IPLમાં ક્રિકેટ નહીં પણ પૈસા પર અપાય છે વધુ ધ્યાન, PSLમા ક્રિકેટ પર ધ્યાનઃ સ્ટેન

PC: instagram.com

સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને IPLને લઈને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું છે જેણે ભારતીય ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા છે. સ્ટેને ક્રિકેટ પાકિસ્તાનના યુટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે IPLમાં ક્રિકેટ પર વધારે ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ પૈસા પર સૌનું ફોકસ હોય છે. સ્ટેને PSLને લઈને કહ્યું છે કે, અહીં ક્રિકેટ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. પોતાના સ્ટેટમેન્ટમાં સ્ટેને કહ્યું છે કે જ્યારે તમે IPL રમવા જાવ છો તો ત્યાં એટલા મોટા સ્કોડ હોય છે અને એટલા મોટા નામ હોય છે અને ખિલાડીઓની કમાણી પર વધારે જોર આપવામાં આવે છે. જેનાથી ક્રિકેટને બાજુએ મુકાઈ જાય છે. જ્યારે તમે PSL અને લંકા પ્રીમિયર લીગમાં રમો છો તો અહીં તમારું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ પર રહે છે.

હું PSL  રમી રહ્યો છું અને ઘણા સમયથી રમું છું. લોકો મારા રૂમમાં આવે છે અને માત્ર મારા ક્રિકેટને લઈને વાત કરે છે. સ્ટેને IPLને લઈને વધુમાં કહ્યું છે કે જ્યારે હું ત્યાં જાઉં છું તો લોકો માત્ર એ પૂછે છે કે તમને આ સીઝનમાં કેટલા પૈસા મળ્યા, ત્યાં ક્રિકેટને ભૂલાવી દેવામાં આવે છે. હું તેનાથી દૂર રહેવા માગું છું અને પોતાની રમત પર ધ્યાન આપવા માંગુ છું.

જણાવી દઈએ કે ડેલ સ્ટેને આ સીઝનમાં IPLમાંથી પોતાને અલગ કરી દીધો છે. તેણે આ અંગે પણ વાત કરી અને કહ્યું છે કે તેઓ થોડા સમય માટે IPLથી દૂર રહેવા ઈચ્છે છે. આથી તેણે IPL જેવા મોટા ટુર્નામેન્ટમાંથી બ્રેક લીધો છે. સ્ટેનના IPL ન રમવાના નિર્ણય પછી RCBએ તેને રીલિઝ કરી દીધો છે. PSLમાં ડેલ સ્ટેન હજુ સુધી કોઈ ખાસ કમાલ દેખાડી શક્યો નથી. તેણે પહેલી મેચમાં 4 ઓવરમાં 44 રન આપ્યા છે. સ્ટેન હજુ સુધી માત્ર 2 વિકેટ લઈ શક્યો છે.

તેણે થોડા સમય માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. તે માત્ર IPL 2021 માં જ નહીં પરંતુ બીજી કોઈ પણ લીગમાં ભાગ લેશે નહીં. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે નાનકડા મેસેજ દ્વારા બધાને જણાવું છું કે હું આ IPL સીઝનમાં RCB તરફથી નહીં રમીશ. હું બીજી કોઈ પણ ટીમ તરફથી પણ રમવાની કોઈ યોજના રાખતો નથી. આ વર્ષે હું બ્રેક લઈ રહ્યો છું. મને સમજવા માટે આભાર RCB. હું રિયાટર નથી થઈ રહ્યો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp