IPL મેગા ઓક્શન: 6 ખેલાડી થશે રિટેન, જાણી લો નવા નિયમો
IPL મેનેજમેન્ટ દ્વારા મેગા ઓક્શન અગાઉ 3 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સૌથી પહેલા તો હવે ટીમો પાસે ફરી એક વખત રાઇટ ટૂ મેચ (RTM)નો વિકલ્પ હશે. સાથે જ ફ્રેન્ચાઇઝી હવે 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. એ સિવાય ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ પહેલાંની જેમ જ લાગૂ રહેશે. રિટેન્શન નિયમોને જલદી જ બધી ફ્રેન્ચાઇઝીઓ સાથે શેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ ઓક્શન માટે બધી ટીમો પાસે 120 કરોડ રૂપિયાનું પર્સ હશે, જે ગયા વર્ષની તુલનામાં 20 કરોડ રૂપિયા વધારે છે. શનિવારે IPLએ આ બધા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
ફ્રેન્ચાઇઝીઓ સીધી રિટેન્શન દ્વારા કે RTMના માધ્યમથી 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. એ સિવાય આ 6 ખેલાડીઓને રિટેન્શન અને RTMના સંયોજન સાથે પણ રિટેન કરી શકાય છે. ફ્રેન્ચાઇઝીઓએ ઓછામાં ઓછો એક અનકેપ્ડ ખેલાડીને રિટેન કરવો પડશે. બાકી બચેલા 5 ખેલાડીઓમાં કેટલા ભારતીય હશે અને કેટલા વિદેશી ખેલાડી હશે, તેની કોઇ જાણકારી સામે આવી નથી. જો 5 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ઇચ્છે કે ધોનીને એક અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવે તો તેનો રસ્તો એકદમ સાફ છે.
એવું એટલે સંભવ થઇ શક્યું કેમ કે IPLએ નિર્ણય લીધો છે કે તે પોતાના 2008ના એક નિયમને પછી લાવશે. એ નિયમ હેઠળ જો કોઇ ઇન્ટરનેશનલ ખેલાડી 5 વર્ષ અગાઉ નિવૃત્ત થયો હોય તો અનકેપ્ડ ખેલાડી માનવામાં આવશે. આ નિયમનો પ્રયોગ ક્યારેય કરવામાં આવ્યો નહોતો અને તેને 2021માં હટાવી દેવામાં આવ્યો હતો. જો કે, અનકેપ્ડ ખેલાડીઓ પર વ્યાપક ચર્ચા દરમિયાન IPLએ બધી ફ્રેન્ચાઇઝીઓને સૂચિત કરી કે તે આ નિયમને પરત લાવી રહી છે.
રિટેન્શન સ્લેબ:
જો કોઇ ટીમ 5 ખેલાડીઓને રિટેન કરે છે તો તેના પર્સમાંથી કેટલા રૂપિયા જશે, આવો જોઇએ:
પહેલા 3 ખેલાડીઓના રિટેન્શન માટે 18 કરોડ રૂપિયા, 14 કરોડ રૂપિયા અને 11 કરોડ રૂપિયા
બાકીના બચેલા 2 ખેલાડીઓ માટે 18 કરોડ અને 14 કરોડ રૂપિયા
તેનો અર્થ છે કે જો કોઇ ટીમ પોતાના 5 ખેલાડીઓને રિટેન કરે છે તો તેના 120 કરોડ રૂપિયાના પર્સમાંથી 75 કરોડ રૂપિયા ખર્ચ થઇ જશે.
અનકેપ્ડ ખેલાડીઓ માટે IPLએ 2021ના મેગા ઓક્શનની જેમ 4 કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરી છે. તેનો અર્થ છે કે એક ફ્રેન્ચાઇઝી જો 6 ખેલાડીઓને રિટેન કરે છે તો તે ઓક્શન અગાઉ જ 79 કરોડ રૂપિયા ખર્ચ કરી દેશે. 2022ના મેગા ઓક્શન અગાઉ ધોનીને ચેન્નાઇએ બીજા ખેલાડીના રૂપમાં (12 કરોડ રૂપિયામાં) રિટેન કર્યો હતો. જુલાઇમાં ધોની 43 વર્ષનો થઇ જશે અને 2020માં સંન્યાસ લીધા બાદ તેણે માત્ર IPL રમી છે. જો ચેન્નાઇ હવે તેને એક અનકેપ્ડ ખેલાડીના રૂપમાં રિટેન કરવાનો નિર્ણય લે છે તો ધોનીને 4 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
ઇમ્પેક્ટ ખેલાડીનો નિયમ ચાલતો રહેશે
IPLએ ઇમ્પેક્ટ ખેલાડીના નિયમને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 2023માં આ નિયમને લાવવામાં આવ્યો હતો અને એ સમયે તેને લઇને ખૂબ બહેસ થઇ રહી છે. નિયમના સંદર્ભમાં સૌથી વધુ ચર્ચા એ વાતને લઇને થઇ રહી હતી કે શું આ નિયમ ભારતીય ક્રિકેટ માટે ફાયદાકારક છે અને શું આ નિયમ ઓલરાઉન્ડર્સના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે? 1 જુલાઇએ થયેલી બેઠક દરમિયાન IPLએ બધી ફ્રેન્ચાઇઝી સાથે તેના પર ચર્ચા કરી હતી, જેમાં ઘણી ટીમોના માલિક અને ટીમ પ્રમુખ સામેલ હતા. ભલે આ નિયમને સર્વસંમતિથી મંજૂરી ન મળી, પરંતુ મોટા ભાગના લોકો તેને ચાલુ રાખવાના પક્ષમાં હતા. IPLનું માનવું છે કે આ નિયમના કારણે IPLને ફાયદો થયો છે અને એ દર્શકોના દૃષ્ટિકોણથી પણ સારો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp