પાકિસ્તાન પ્રવાસથી NZના ઘણા ખેલાડી લઈ શકે છે પોતાનું નામ, કારણ જાણીને ચોંકી જશો

PC: hindustantimes.com

પાકિસ્તાન સુપર લીગ (PSL) સમાપ્ત થયા બાદ એપ્રિલમાં ન્યૂઝીલેન્ડની ટીમ 5 મેચોની T20 સીરિઝ રમવા માટે પાકિસ્તાન પ્રવાસે જવાની છે. જો કે, આ પ્રવાસ અગાઉ પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગી શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના કારણે ન્યૂઝીલેન્ડના ઘણા મોટા ખેલાડીઓનું પાકિસ્તાનના પ્રવાસે જવાનું મુશ્કેલ લાગી રહ્યું છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફરી એક વખત 5 મેચોની T20 સીરિઝ રમાશે. આ વખત ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ, 13 એપ્રિલથી લઈને 24 એપ્રિલ સુધી બંને દેશો વચ્ચે આ T20 સીરિઝ રમાઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક ઓફિશિયલ મુજબ, બંને ટીમો વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે આ T20 સીરિઝ રમાશે. સીરિઝનું આયોજન બે શહેર લાહોર અને રાવલપિંડીમાં થઈ શકે છે. જો કે, આ T20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડના મુખ્ય ખેલાડીઓના રમવા પર સંશયની સ્થિતિ બની શકે છે.

તેનું કારણ એ છે કે એ સમયે ભારતમાં IPLનું આયોજન થઈ રહ્યું હશે અને એવામાં કેટલા ખેલાડી પાકિસ્તાનના પ્રવાસે જાય છે એ જોવાનુ રસપ્રદ હશે. તો પાકિસ્તાનના Geo ન્યૂઝના રિપોર્ટ મુજબ ઘણા બધા ન્યૂઝીલેન્ડના મોટા સ્ટાર ખેલાડી પાકિસ્તાનનો પ્રવાસ મિસ કરી શકે છે. ન્યૂઝીલેન્ડના ખેલાડી કદાચ IPLને વચ્ચે છોડીને પાકિસ્તાન ન આવે. ન્યૂઝીલેન્ડના ઘણા ખેલાડી IPL 2024માં પોત પોતાની ટીમો તરફથી રમતા નજરે પડશે.

કેન વિલિયમ્સન, ડિરેલ મિચેલ, ટ્રેન્ટ બોલ્ટ, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેવોન કોનવે, મિચેલ સેન્ટનર અને લોકી ફોર્ગ્યૂશન જેવા ખેલાડી IPLનો હિસ્સો છે. એવામાં ટૂર્નામેન્ટ દરમિયાન તેમનું પાકિસ્તાનમાં IPL સીરિઝમાં રમવા જવાનું મુશ્કેલ છે. જો એમ થયું તો પછી ન્યૂઝીલેન્ડના બીજા દરજ્જાના ખેલાડી પાકિસ્તાનનો પ્રવાસે જશે અને આ મેજબાન ટીમ માટે મોટો ઝટકો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp