ઇરફાન પઠાણે રચ્યો ઇતિહાસ, આ લીગના ખેલાડીઓના ડ્રાફ્ટમાં શામેલ થનારો પહેલો ભારતીય

PC: sportswallah.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર બોલર ઇરફાન પઠાણે ઇતિહાસ રચી દીધો છે. કેરેબિયન પ્રીમિયર લીગ(CPL)ના ખેલાડીઓના ડ્રાફ્ટમાં શામેલ થનારો ઇરફાન પઠાન ભારતનો પહેલો ખેલાડી બની ગયો છે. કેરેબિયન પ્રીમિયર લીગ 2019ના ખેલાડીઓના ડ્રાફ્ટની જાહેરાત ગુરુવારે થઇ હતી, જેમાં ઇરફાન પઠાણ એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે, કેરેબિયન પ્રીમિયર લીગ વેસ્ટ ઇન્ડિઝમાં થતી IPL જેવી ટુર્નામેન્ટ છે.

જો ઇરફાન પઠાણને કેરેબિયન પ્રીમિયર લીગની હરાજીમાં ખરીદી લેવામાં આવે તો તે કોઇ વિદેશી T20 લીગમાં રમનારો પહેલો ભારતીય ખેલાડી બની જશે. ઉલ્લેખનીય છે કે, ઇરફાન પઠાણ છેલ્લી બે IPL સિઝનનો હિસ્સો નહોતો રહ્યો. IPLમા તેણે છેલ્લે 2017મા ગુજરાત લાયન્સ તરફથી મેચ રમી હતી. 2016મા તે પૂણે તરફથી ફક્ત 4 મેચ જ રમી શક્યો હતો.

લાંબા સમયથી બહાર ચાલી રહેલા ઇરફાન પઠાણે ભારત તરફથી 29 ટેસ્ટ, 120 વન-ડે અને 24 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 301 વિકેટ્સ લીધી છે. આ સિવાય તેના નામે 2800થી વધુ ઇન્ટરનેશનલ રન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp