શું ધોનીની આ છેલ્લી સીઝન હશે? ઈરફાન પઠાણના જવાબથી ચોંકી જશો તમે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની શરૂઆત થવાની તારીખ ધીરે ધીરે નજીક આવતી જઇ રહી છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચર્ચાનું કેન્દ્ર બનતો જઇ રહ્યો છે. ચર્ચા સૌથી વધુ એ વાતની થઈ રહી છે કે શું આ તેની છેલ્લી સીઝન હશે કે તે રમવાનું ચાલુ રાખી શકે છે? 5 વખત ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની 17મી સીઝન માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે અને તેના ઘૂંટણની પણ ઓપરેશન થઈ ચૂક્યું હતું. જેના કારણે તે ગત સીઝનમાં પરેશાન રહ્યો હતો.
હવે મહેન્દ્ર સિંહ ધોની પોતાની આ પરેશાનીથી બહાર આવી ચૂક્યો છે અને હાલમાં જ તેની સાથે મુલાકાત કરનાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે તેની ફિટનેસ અને શું તે પોતાની છેલ્લી IPL સીઝન રમશે? તેના પર ટિપ્પણી કરી છે. ઈરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા મહેન્દ્ર સિંહ ધોનીના મહત્ત્વ અને તેની લોકપ્રિયતા બાબતે પણ વાત કરી. શું મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી IPL સીઝન હશે? તેના પર ભાર આપતા ઈરફાન પઠાણે કહ્યું કે, નિશ્ચિત રૂપે નહીં.
તેણે કહ્યું કે, હું લગભગ એક મહિના અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો હતો અને હવે તેમના વાળ લાંબા હતા, તે પોતાના વાળ વધારી રહ્યો છે. તે જૂના દિવસોમાં પાછો આવી રહ્યો છે અને ખૂબ જ ફિટ નજરે પડી રહ્યો છે. એક એવો વ્યક્તિ જે 40 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યો છે અને અત્યારે પણ ફિટ નજરે પડી રહ્યો છે તો હું વાસ્તવમાં તેના માટે, તેની ફ્રેન્ચાઇઝી માટે અને બધા ફેન્સ માટે આશા રાખું છું કે તે રમવાનું ચાલુ રાખશે. ઈરફાન પઠાણે ઉલ્લેખ કર્યો કે, મેં કહ્યું હતું કે.. ભલે મહેન્દ્ર સિંહ ધોની એક પગ પર રમતો હોય, છતા લોકો તેને રમતો જોવાનું પસંદ કરશે.
વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ વિનર ટીમનો હિસ્સો રહી ચૂકેલા ઈરફાન પઠાણે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની જો IPLમાંથી સંન્યાસ પણ લઈ લે તો પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેનું જોડાણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે વર્ષ 2008થી જોડાયેલો છે અને ચેન્નાઈના ક્રિકેટ ફેન્સ તેની સાથે ભાવાત્મક રૂપે જોડાયેલા છે. તો તેણે ગત સીઝનમાં પોતાની ઇજા સાથે રમતા ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવી હતી. ખેર હવે જોવાનું એ રહેશે કે આ ધોનીની છેલ્લી સીઝન હશે કે પછી હજુ રમવાનું ચાલુ રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp