IPL 2025ના આ 5 ખેલાડી છે ફ્યૂચર સ્ટાર, ઈરફાન પઠાણની મોટી ભવિષ્યવાણી

PC: jansatta.com

IPL 2024ની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 17મી સીઝનની ટ્રોફી પર કબજો કર્યો. કોલકાતાએ રવિવારે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 8 વિકેટે હરાવી દીધી. હૈદરાબાદે કોલકાતાને 113 રનોનું લક્ષ્ય આપ્યું હતું, તેને કોલકાતાએ 57 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધી. IPL સમાપ્ત થયા બાદ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક મોટી ભવિષ્યવાણી કરી છે. ઈરફાન પઠાણે એ 5 યુવા ભારતીય ખેલાડીઓના નામ બતાવ્યા છે, જે ભવિષ્યમાં સ્ટાર બની શકે છે.

તેની લિસ્ટમાં હૈદરાબાદના 2, કોલકાતા, રાજસ્થાન અને લખનૌના 1-1 ખેલાડીનું નામ છે. પઠાણે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, IPL પૂરી થઈ ગઈ છે તો કેટલાક ભારતીય ઘરેલુ ખેલાડીઓને લઈને હું પોતાનું મંતવ્ય રાખવા માગું છું. બેટિંગના નજરિયાથી જોઈએ તો રિયાન પરાગ અને અભિષેક શર્માએ છાપ છોડી છે. બંનેએ સારું પ્રદર્શન કર્યું. બોલિંગ ફ્રન્ટની વાત કરીએ તો હર્ષિત રાણા, આગામી લેવલ માટે તૈયાર દેખાઈ રહ્યો છે. મયંક યાદવ વધુ એક ખેલાડી છે જે શાનદાર કમાલ દેખાડવા જઇ રહ્યો છે. જો કે, તેની સાથે ધૈર્ય અને સારી પ્રોસેસનું હોવું મહત્ત્વનું છે. ઓલરાઉન્ડ ફ્રન્ટ પર નીતિશ રેડ્ડી સારો દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સ માટે રિયાન પરાગે 17મી સીઝનમાં 52.09ની એવરેજથી 573 રન બનાવ્યા, જેમાં 4 અડધી સદી સામેલ છે. હૈદરાબાદના અભિષેકે 16 મેચોમાં 204.22ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા, તેણે ઓપનર તરીકે ઉતર્યા બાદ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરીને દિલ જીત્યું છે. તેણે 3 અડધી સદી ફટકારી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ મારનારો ખેલાડી રહ્યો. તો કોલકાતાનો યુવા પેસર હર્ષિત રાણાએ 13 મેચોમાં 19 વિકેટ લીધી.

લખનૌના ફાસ્ટ બોલર મયંકે ડેબ્યૂ સીઝનમાં 4 મેચોમાં 7 વિકેટ લીધી. તેણે પોતાની ગતિથી ખૂબ પ્રભાવિત કર્યા. મયંકે 156.7  કિમી પ્રતિ કલાકની સ્પીડથી બૉલ ફેકીને ચોંકાવ્યા. તે ઇજાગ્રસ્ત થવાના કારણે વધુ મેચ ન રમી શક્યો. હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતિશે 13 મેચોમાં 303 રન બનાવવા, સિવાય 3 વિકેટ પણ લીધી. ઘણા લોકોએ ઈરફાન પઠાણની આ લિસ્ટથી સહમતી દેખાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp