પ્રેક્ટિસ દરમિયાન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈનહેલરનો યૂઝ કરતો દેખાયો!

PC: sportstiger.com

હાલમાં ચાલી રહેલા વનડે વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને આ સમયે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પોઇન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે. ઈંગ્લેન્ડ તેની પાંચમી મેચ 26 ઓક્ટોબરના રોજ શ્રીલંકા સામે રમશે. જો આ મેચમાં ઈંગ્લેન્ડ ન જીત્યું તો સેમીફાઇનલનો રસ્તો તેના માટે માત્ર એક સપનું જ રહી જશે. એવામાં આ મેચ પહેલા ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ  નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો.

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હાલના દિવસોમાં ઘણી પરેશાનીઓથી ઝઝૂમતો જોવા મળી રહ્યો છે. પહેલા ઘૂંટણમાં ઈન્જરી અને ત્યાર પછી કૂલ્હેમાં ઈજા...જેને લઇ તે વર્લ્ડ કપની મેચોમાં બહાર જોવા મળી રહ્યો હતો. હાલમાં જ સ્ટોક્સ પ્રેક્ટિસ દરમિયાન ઈનહેલરનો ઉપયોગ કરતો જોવા મળ્યો.

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની મેચ શ્રીલંકા સામે છે. પોઇન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ 9માં સ્થાને છે. 29 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડની મેચ ભારત સામે પણ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ જીત માટે તત્પર રહેશે. તેની વચ્ચે બેંગલોરમાં પ્રેક્ટિસ દરમિયાન ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઈનહેલરનો ઉપયોગ કર્યો. પ્રેક્ટિસ બાદ તે ઈનહેલરનો યૂઝ કરતો જોવા મળ્યો.

સ્ટોક્સના ઈનહેલરનો ઉપયોગ કર્યા પછી અટકળો ચાલી રહી છે. ફેન્સના મનમાં એ સવાલ છે કે શું બેન સ્ટોક્સને અસ્થમા તો નથી ને? ઈંગ્લેન્ડ માટે આવનારી મેચોમાં સ્ટોક્સે અગત્યની ભૂમિકા ભજવવાની છે. ઈજામાંથી બહાર આવેલા સ્ટોક્સે પાછલી મેચમાં માત્ર 5 રન જ બનાવ્યા હતા અને તેણે બોલિંગ પણ કરી નહોતી.

જોકે, તેના ઈનહેલરનો ઉપયોગ કરવો તેનો અર્થ એ નથી કે તેને અસ્થમા જ હોય. શ્વાસથી સંબંધિત સમસ્યાઓ માટે ઈનહેલરનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક ખેલાડીઓ સામાન્ય રીતે ભારે પ્રેક્ટિસ કર્યા પછી શ્વાસને તકલીફોથી બચવા માટે ઈનહેલરનો ઉપયોગ કરે છે.

બેન સ્ટોક્સે બેંગલોરમાં લાંબો પ્રેક્ટિસ સેશન કર્યો છે. જ્યાં તેણે નેટ પર બેટિંગ અને બોલિંગ બંને કરી. સાથે જ ફીલ્ડિંગની પણ પ્રેક્ટિસ કરી. આ ઉપરાંત ઈનહેલર સ્ટેરોઇડ વિના પ્રદર્શન વધારવા માટે પણ એક સરળ માધ્યમ છે. ખેર, બેન સ્ટોક્સ ઈજાઓથી પરેશાન છે. એવામાં મેડિકલ સલાહને કારણે પણ તે ઈનહેલરનો ઉપયોગ કરી શકે છે. જોકે, ડોપિંગ નિયમો હેઠળ ઈનહેલરનો ઉપયોગ કરનારા ખેલાડીઓની કડક તપાસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp