261 રન બનાવીને પણ હારી જતા ઐયરે જુઓ શું કહ્યું

PC: BCCI

IPLની 42મી મેચમાં અનેક રેકોર્ડ તૂટી ગયા છે, પંજાબ કિંગ્સની ટીમે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કરીને બધાને ચોકાવી દીધા છે. કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 261 રન ફટકારી દીધા હતા, જેના જવાબમાં પંજાબની ટીમે જબરદસ્ત બેટિંગ કરતા 8 બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. આ મેચમાં હાર મળ્યા બાદ KKRના કેપ્ટન શ્રેયસ ઐયરનું નિવેદન સામે આવ્યું છે. ઐયરે કહ્યું હતું કે, જે રીતે અમારા બેટરોએ બેટિંગ કરી, તે ખૂબ જ શાનદાન હતું. તેમને બેટિંગ કરતા જોવું શાનદાર હતું. ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અમારે એ જાણવું પડશે કે અમારાથી ચૂક ક્યા થઈ છે. આટલો મોટો સ્કોર બનાવ્યા બાદ હારવાનું દુખ થાય છે, પરંતુ અમારે આ ભૂલથી શીખવું પડશે. હોમ ગ્રાઉન્ડ પર હજુ એક મેચ અમારી બચી છે. અમારી કોશિશ એ જ રહેશે કે અમે પરિસ્થિતિઓને સમજીને તેનો ફાયદો ઉઠાવી શકીએ.

આ ક્રિકેટ છે કે બીજું કંઈક..., જીત પછી સેમ કરને કહ્યું તે દરેકે સાંભળવું જોઈએ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સેમ કરનની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે 262 રનનો રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. T20 ક્રિકેટના ઈતિહાસમાં આટલા મોટા લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો ન હતો. મેચ પછી સેમ કરને કહ્યું કે, ક્રિકેટ હવે બેઝબોલ બની રહ્યું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને તેમના ઘરઆંગણે રેકોર્ડ રનનો પીછો કરતા હરાવ્યું હતું. મેચમાં KKRએ ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરી અને 261 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સે જોની બેયરસ્ટોની તોફાની સદીના કારણે 8 બોલ બાકી રહેતા 262 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

પંજાબની કેપ્ટનશીપ કરનાર સેમ કરન પણ KKR સામેની આ જીતથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. સેમ કરન જીતથી ખુશ છે અને ચિંતિત પણ છે. તેણે મેચ પછી ક્રિકેટની તુલના બેઝબોલ સાથે કરી હતી. કરને  કહ્યું કે ક્રિકેટ બેઝબોલમાં ફેરવાઈ રહ્યું છે. કરને મેચ પછી કહ્યું, 'ખૂબ જ સુખદ. ખૂબ જ મહત્વપૂર્ણ જીત, ક્રિકેટ બેઝબોલમાં ફેરવાઈ ગયું છે, બરાબર ને? અમે બે આંકડાઓથી ખુશ છીએ.' તેણે કહ્યું, 'એક ટીમ તરીકે અમારે થોડા અઠવાડિયા મુશ્કેલ રહ્યા છે. સ્કોર ભૂલી જાઓ, અમે આ જીતના હકદાર હતા.'

પંજાબ કિંગ્સ અને KKR વચ્ચે રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચમાં સેમ કરને ટોસ જીત્યા પછી KKRને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. KKR માટે ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે એવી શરૂઆત કરી કે, સેમ કરનના ચહેરાનો રંગ ઉડી ગયો. ફિલ સોલ્ટ 75 અને સુનીલ નરેને 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ બંનેની આ જોરદાર રમતના કારણે KKR ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા.

જો કે પંજાબ કિંગ્સ સામે આ સ્કોર વામણો સાબિત થયો હતો. પંજાબની ઇનિંગ્સમાં જોની બેયરસ્ટોએ શાનદાર સદીની રમત રમી હતી. આ સિવાય પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહે પણ જોરદાર બેટિંગ કરી હતી અને ટીમે સરળતાથી 262 રનનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.

IPL 2024માં બોલરોની ખુબ જ ધોલાઈ થઈ રહી છે. આ સીઝન પહેલા IPLમાં માત્ર બે વખત કોઈ ટીમે એક દાવમાં 250થી વધુ રન બનાવ્યા હતા. આ વખતે 42 મેચમાં 250થી વધુ 7 વખત સ્કોર થયો છે. IPLમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ આ સિઝનમાં બે વખત તૂટ્યો છે. હૈદરાબાદે પહેલા 277 રન બનાવ્યા અને પછી 287 રન બનાવી રેકોર્ડ તોડ્યો. આટલો મોટો સ્કોર બનાવવા છતાં સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર 25 રનથી જીત મેળવી હતી. આ સિઝનમાં ત્રણ વખત એક મેચમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા IPL મેચમાં સર્વોચ્ચ સ્કોર 469 રનનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp