તે મારું મંદિર છે,મારું તો છેલ્લું છે,રોહિતનો 'વીડિયો લીક', KKRએ હટાવી દીધો

PC: livehindustan.com

એક તરફ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાવાની છે, તો બીજી તરફ આ મેચ પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોહત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ વિશે વાત કરી રહ્યો છે. આને લઈને એક નવો હોબાળો શરૂ થયો છે.

IPL 2024ની એક મહત્વપૂર્ણ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કોલકાતામાં રમાવાની છે. આ માટે જ્યારે બંને ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલકાતાના કોચ અને તેના જૂના મિત્ર અભિષેક નાયરને મળ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે જે વાતચીત થઇ, તેની અંદર મુંબઈ ઈન્ડિયન્સના તમામ રહસ્યો ખુલી ગયા હતા. અહીં તમને જણાવી દઈએ કે, IPL 2024ની સીઝન પહેલા જ્યારે પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે, તેઓ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરી રહ્યા છે. જોકે, ફ્રેન્ચાઇઝીનો આ દાવ સફળ રહ્યો ન હતો.

આ પગલું મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે એક મોટો આંચકો હતો અને તેઓ રોહિતના સમર્થનમાં સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા. તેમના નામના નારા લગાવવા લાગ્યા. ત્યાં સુધી કે પંડ્યાની મજાક પણ ઉડાવવામાં આવી હતી. હાર્દિક પંડ્યા પ્રત્યેની નફરત એટલી વધી ગઈ હતી કે, જ્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ટોસ માટે આવ્યો ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે ચાહકોને સારું વર્તન કરવાની સલાહ આપવી પડી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ એટલી હદે નીચલા ક્રમે ઉતારી ગઈ છે કે, તે 12માંથી 8 મેચ હાર્યા પછી પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે અને હવે તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉઠ્યા હતા અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના વલણ અને અવ્યવસ્થિત નિર્ણયો માટે તેની ટીકા થઈ હતી. હવે, શનિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા KKRના સહાયક કોચ અભિષેક નાયર સાથે વાત કરતા જોઈ શકાય છે.

પ્રશંસકો સતત રોહિત માટે ઉત્સાહિત થઈને તેના નામની બૂમો પાડવાના કારણે વીડિયોમાં અવાજ સ્પષ્ટ સંભળાતો નથી, પરંતુ તે ઘણા રહસ્યો ખોલતો સાંભળી શકાય છે. રોહિત વાતચીતમાં કહે છે, દરેક વસ્તુ બદલાઈ રહી છે (ટીમમાં ઘણું બદલાઈ ગયું છે)... તે તેના પર છે... જે કંઈ છે, તે મારુ ઘર છે, ભાઈ, (મુંબઈ ઈન્ડિયન્સ મારું ઘર છે), તે મંદિર છે, જે મેં બનાવ્યું છે (મુંબઈને 5 વખત ચેમ્પિયન બનાવ્યું). ચેટમાં સાંભળેલી છેલ્લી લાઈન છે, ભાઈ, મારે શું, મારા માટે તો આ છેલ્લી છે.

જો કે, બાકીની વાતચીત સાંભળી શકાતી નથી, પરંતુ ચાહકોએ તરત જ તેના પર પ્રતિક્રિયા આપી અને અનુમાન લગાવ્યું કે, રોહિત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ વિશે વાત કરી રહ્યો છે અને કેટલાક ચાહકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, KKRએ X પર વિડિયો અપલોડ કર્યો હતો. ત્યાર પછી તે વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો. રોહિત શર્મા અને અભિષેક નાયર તેમના મુંબઈ ડોમેસ્ટિક ક્રિકેટના દિવસોથી સારા મિત્રો છે. 2011 ODI વર્લ્ડ કપમાં રોહિતના ભારતીય ટીમમાં પુનરાગમન માટે મુખ્ય ભૂમિકા ભજવવાનો શ્રેય પણ નાયરને જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp