અર્જુન તેંદુલકર વિશે તેના કોચ રહેલા યોગરાજે કેમ કહ્યું- 'તે ફક્ત કોલસો જ છે...'
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ સચિન તેંદુલકરના પુત્ર અર્જુન તેંદુલકર વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. યોગરાજ સિંહે અર્જુન તેંદુલકરના ભવિષ્ય વિશે પૂછવામાં આવેલા સવાલનો જે રીતે જવાબ આપ્યો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે યોગરાજ સિંહ સામે અર્જુન તેંદુલકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે તેમણે કેટલાક એવા શબ્દો કહ્યા, જેને લઈને તેંદુલકરના ફેન્સ ખુશ નથી. અહીં તમને જણાવી દઈએ કે, યોગરાજ સિંહે સચિન તેંદુલકરના પુત્ર અર્જુન તેંદુલકરને પણ થોડો સમય પોતાની સાથે રાખીને તાલીમ આપી હતી.
ઈન્ટરવ્યુમાં એન્કરે યોગરાજ સિંહને આ અંગે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે, 'અર્જુન તેંદુલકર તમારી પાસે ટ્રેનિંગ માટે આવ્યો હતો. તમે તેનું ભવિષ્ય કેવી રીતે જુઓ છો?' યોગરાજે આ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'તમે કોલસાની ખાણમાં હીરા જોયા છે? તે માત્ર કોલસો છે... જો તમે તેને કાઢો છો તો તે એક પથ્થર છે... જો તમે તેને કોઈ શિલ્પકારના હાથમાં મૂકો છો તો દુનિયાને ચમકતો કોહિનૂર મળી જાય છે... તે અમૂલ્ય છે.'
પોતાની વાતને આગળ વધારતા યુવીના પિતા યોગરાજ સિંહે કહ્યું, 'પરંતુ જો એ જ હીરા કોઈ એવી વ્યક્તિ સુધી પહોંચે છે, જે તેની કિંમત જાણતો નથી, તો તે તેને નુકસાન પહોંચાડે છે. હું પોતે નથી કહેતો કે યોગરાજ સિંહ એક મહાન કારીગર છે. યુવરાજ સિંહ કહે છે, 'મારા પિતાના હાથમાં જાદુ છે, તેમણે મને એ બનાવ્યો જે હું આજે છું.' અગાઉ મને 'હિટલર, ડ્રેગન સિંઘ, હું મારા પિતાને નફરત કરું છું...મને અપશબ્દો બોલવામાં આવતા હતા.. મારા ઘરના બધા મને નફરત કરતા હતા, મારા સબંધીઓ મને કહેતા હતા, મારે બાપ નહોતું બનવું, પરંતુ તેઓ પોતાના માર્ગે આગળ વધી ગયા...અને ભગવાનની કૃપાથી તમને યુવરાજ સિંહ મળી ગયો.'
અહીં તમને જણાવી દઈએ કે, યોગરાજ સિંહે આ પહેલા ધોની અને કપિલ દેવને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. યુવીના પિતાએ ધોની પર યુવરાજ સિંહની કારકિર્દી જલદી ખતમ કરવા પાછળ તેનો હાથ હતો, તેવો આરોપ લગાવ્યો હતો. યોગરાજ સિંહે ધોની વિશે સીધું જ કહ્યું કે, તે ધોનીને ક્યારેય માફ કરશે નહીં. આ સિવાય યોગરાજે કપિલ દેવ પર પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp