બેન સ્ટૉક્સની કેપ્ટન્સીને લઈને ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ આપ્યું આ નિવેદન

PC: ecb.co.uk

જો રૂટે કેપ્ટન્સી છોડ્યા બાદ બેન સ્ટૉક્સના રૂપમાં ઈંગ્લેન્ડને નવો ટેસ્ટ કેપ્ટન મળ્યો. કેપ્ટન તરીકે બેન સ્ટોક્સે સીરિઝ જીતવાની સાથે શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોની સીરિઝમાં ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતી બે મેચોમાં જીત હાંસલ કરીને સીરિઝ પર કબ્જો કરી લીધો છે. એ છતા ન્યૂઝીલેન્ડની ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસનું માનવું છે કે, અત્યારે બેન સ્ટૉક્સની કેપ્ટન્સીને આંકવી ઉતાવળ ગણાશે. ઇંગ્લેન્ડે બેન સ્ટૉક્સની આગેવાનીમાં આક્રામક બ્રાન્ડની ક્રિકેટ રમવાનું અપ્રોચ અપનાવ્યું છે.

સીરિઝની બંને મેચોમાં ટીમે ચોથી ઇનિંગમાં લક્ષ્યને હાંસલ કરતા જીત મેળવી. બીજી ટેસ્ટમાં તો એમ લાગ્યું કે પીછો કરતા ટીમ, T20 ક્રિકેટના અંદાજથી રમી રહી છે. 299 રનના લક્ષ્યને ઇંગ્લિશ ટીમે માત્ર 50 ઓવરમાં ચેસ કરી લીધું હતું. એક સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરવા દરમિયાન સ્કોટ સ્ટાયરિસને બેન સ્ટૉક્સને કેપ્ટનના રૂપમાં રેટ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જવાબમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે અત્યારે એ બતાવવું ઉતાવળભર્યું હશે. હું અત્યારે સંપૂર્ણ આશ્વસ્ત નથી. ન્યૂઝીલેન્ડ સાથે 2 મેચ, 2 જીત, બધુ બરાબર ચાલી રહ્યું છે. હાલના સમયમાં બધુ તેના પક્ષમાં છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીનું માનવું છે કે, કેપ્ટન તરીકે બેન સ્ટૉક્સની અસલી પરીક્ષા ઘર બહાર હશે. તેમણે કહ્યું કે, શું થાય છે જ્યારે વસ્તુ આટલી સારી હોતી નથી. એ જ આપણે બેન સ્ટોક્સ સાથે થવાની રાહ જોઈ રહ્યા છીએ. વિદેશી પરિસ્થિતિઓ બાબતે શું, ઇંગ્લેન્ડમાં ડ્યૂક બૉલ સાથે બ્રોડ અને એન્ડરસન સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. જ્યારે તેઓ ભારત જાય છે તો શું થાય છે? જ્યારે તેઓ ઓસ્ટ્રેલિયા જાય છે તો શું થાય છે? અત્યારે સાબિત કરવા માટે ઘણું બધુ છે.

જો રૂટની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડને એશેઝમાં 4-0ની હાર મળી હતી. તો ભારતના પ્રવાસ પર તેણે 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી વર્ષે ઘર પર રમાનારી એશેઝ બેન સ્ટોક્સ માટે એક મોટો પડકાર હશે. ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડની ટીમે ભારત સાથે એક ટેસ્ટ રમવાની છે જે ગયા વર્ષે થઈ શકી નહોતી. 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં કોરોનાના કારણે પાંચમી અને અંતિમ મેચ થઈ શકી નહોતી જે જુલાઇના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની છે. એ દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સ બહાર થઈ શકે છે, એવા સમાચાર મળી રહ્યા છે. તેણે મંગળવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહોતો. ઇંગ્લિશ મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેપ્ટન સ્ટૉક્સની તબિયત સારી નથી. જોકે એ કન્ફર્મ થઈ શક્યું નથી કે તેને કોરોના થયો છે કે કંઈ બીજું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp