સરળ નથી ક્રિકેટરની પત્ની હોવું, ધોનીની પત્ની સાક્ષીએ શેર કર્યો અનુભવ

PC: instagram.com/sakshisingh_r/

ક્રિકેટમાં ભારતીય ફેન્સમાં ઘણી અસર છે. ક્રિકેટરની પત્નીઓને પણ એટલું જ સ્ટારડમ મળે છે, જેટલો પોતે ક્રિકેટરોને. ખેલાડીઓની પત્નીઓ પણ ઘણી વખત મેદાનમાં જોવા મળે છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પણ ક્રિકેટ ફેન્સ માટે કોઈ સ્ટારથી ઓછી નથી. તેને સતત મેદાનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સને ચિયર કરતી જોવામા આવી છે. સાક્ષીએ પોતાના આ સ્ટારડમ અંગે ખુલીને વાત કરી છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના યુટ્યૂબ ચેનલ પર પોતાની વાત કરી છે.

સામાન્ય લાઈફથી અલગ કંઈ રીતે ખેલના હિસાબથી પોતાની લાઈફને અનુકૂળ બનાવવી પડે છે. આ અંગે પણ તેણે વાત કરી છે. સાક્ષીએ કહ્યું છે કે- અમને ગર્વ થાય છે કારણ કે ધોની જ્યાં છે ત્યાં પોતાની મહેનતથી છે અને તેને કરોડો લોકોમાંથી પસંદ કરવામાં આવ્યો છે. તે આ ખેલનો હિસ્સો છે, જેને ભારતના લોકો ઘણો પસંદ કરે છે. તેણે કહ્યું કે, સામાન્ય લાઈફમાં જ્યારે તમારા લગ્ન થાય છે અને તમારા પતિ ઓફિસ જાય છે તો સામાન્ય જીવન બદલાઈ જાય છે પરંતુ અમારા પતિ બહાર રમવા જાય છે આથી મને લાગે છે કે તમારે બસ તે હિસાબથી તમારે પોતાને બદલવા પડે છે. તમારે તે સમયે તેમના માટે સ્ટ્રેસ બનવું જોઈએ નહીં.

સાક્ષીએ પોતાની પર્સનલ લાઈફ અંગે પણ વાત કરી હતી. સાક્ષીએ કહ્યું કે જ્યાં સુધી તમે કેમેરાની સામે છો તો તમારી પાસે તમારી પર્સનલ સ્પેસ હોતી નથી. કેટલાંક લોકો કેમેરાની સામે સહજ હોય છે અને કેટલાંક લોકો અસહજ. પબ્લિક પણ તમને જજ કરતી હોય છે, ખાસ કરીને જ્યારે તમે કોઈ એક ક્રિકેટરના પત્ની હો, પછી ભલે તમારા મિત્રો સાથે તમારો સમય પસાર કરી રહ્યા હોવ. IPL દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સમને સપોર્ટ કરવા માટે સાક્ષી તેની પુત્રી ઝીવાને પણ સાથે લઈને આવતી હોવાનું જોવા મળે છે.

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના લગ્ન ઉત્તરાખંડમાં 4 જુલાઈ 2010ના થયા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp