આકાશ ચોપરાએ જણાવ્યું શ્રેયસ ઐયરને ટીમમાં કેમ ન લેવામાં આવ્યો
ઈંગ્લેન્ડ સામેની 3 ટેસ્ટ મેચ માટે શ્રેયસ ઐયર ટીમની બહાર થઈ ગયો છે. BCCI કારણ આપ્યું છે કે શ્રેયસ ઐયર ઈન્જર્ડ છે એટલે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે, પરંતુ ક્રિકેટ ફેન્સનું કંઈક અલગ કહેવું છે. ઘણા ફેન્સે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, શ્રેયસ ઐયરને કંગાળ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે આકાશ ચોપરાએ પણ પોતાનો મત આપ્યો છે. આકાશ ચોપરાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું કે, શ્રેયસ ઐયરને કેમ ટીમમાં સ્થાન મળ્યું નથી.
આકાશ ચોપરાએ કહ્યું કે, રિપોર્ટ્સ એવું કહે છે તે અત્યારે 3 મેચ હોય તો શ્રેયસ ઐયર ઐયર સિલેક્શન માટે ઉપલબ્ધ હોત. જો તે એક મેચ માટે સિલેક્ટ ના થાય તો બાકીની બે મેચ માટે તો સિલેક્ટ થયો હોત ને. આનો અર્થ એ છે કે, શ્રેયસ ઐયર સિલેક્શન માટે તો ઉપલબ્ધ છે, પણ સિલેક્ટર્સ તેને તક આપવા નથી માગતા. શુભમન ગીલની પણ આ જ સ્થિતિ છે, પણ તે બચી ગયો છે.
આકાશ ચોપરાએ કહ્યું કે બીજી ટેસ્ટ મેચમાં ઐયર દરેક શોર્ટ બોલને રમીને પાછળ હટી રહ્યો હતો, જે સારું નહોતું દેખાતું. જો તમે આવી રીતે રમી રહ્યા હોવ તો તમારી પર સવાલ ઉઠવાના ચાલુ થઈ જાય છે કે તમે આવી રીતે કેમ રમી રહ્યા છો. શ્રેયસ ઐયરનો વર્લ્ડ કપ સારો રહ્યો હતો. મને લાગે છે કે, વ્હાઇટ બોલની ક્રિકેટ તેના માટે સારી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp