સેમિફાઇનલમાં હાર બાદ જાડેજા એક જ વાત બોલતો હતો, તેની પત્નીએ જણાવી ત્યારની સ્થિતિ

PC: dnaindia.com

વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યા બાદ ક્રિકેટ ફેન્સની સાથે ભારતીય ટીમના ખેલાડી ખૂબ જ દુખી થઈ ગયા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં ભારતીય ટીમની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા બેટિંગ માટે આવ્યો હતો અને તેણે જીતની આશા જગાવી હતી. તે ભારતીય ટીમને જીતની ખૂબ નજીક લઇ ગયો હતો, પરંતુ 77 રને આઉટ થયા બાદ ભારતની ટીમ હારી ગઈ હતી.

ટીમની હાર બાદ રવિન્દ્ર જાડેજા પોતાના પર ખૂબ નારાજ હતો. તેની પત્ની રિવાબા સોલંકીએ કે દિવસે તેની શું સ્થિતિ હતી, તે અંગે જણાવતા કહ્યું હતું કે, જ્યારે જાડેજા પેવેલિયન જઈ રહ્યો હતો ત્યારે દેશ માટે વર્લ્ડ કપ લાવવાનું સપનું તૂટી ગયું હતું. પત્ની રિવાબાએ એ દિવસ વિશે જણાવતા કહ્યું હતું કે, હાર બાદ જાડેજા ખૂબ નિરાશ હતો અને વારંવાર એક જ વાત કરી રહ્યો હતો કે જો હું આઉટ ન થાત તો અમે જીતી જાત.

રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું. રિવાબાએ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે ટીમ દબાણમાં હોય છે, રવિન્દ્ર શાનદાર પ્રદર્શન કરે છે. જાડેજા મોટી મેચોમાં હંમેશાં સારું પ્રદર્શન કરે છે. તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઇનલમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતને ટાઇટલ અપાવ્યું હતું. એ મેચમાં તેને મેન ઓફ ધ મેચનો પણ એવોર્ડ મળ્યો હતો.

રિવાબાએ સંજય માંજરેકર સાથે થયેલા વિવાદ વિશે કઇ પણ નહોતું કહ્યું. સેમિફાઇનલના મુકાબદા બાદ બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કરીને પોતાના ઇમોશન શેર કર્યા હતા. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, રમતે મને દરેક મુશ્કેલી બાદ સંભાળવું અને હિંમત ન હારવાનું શિખવાડ્યું. તમારા બધાના સમર્થન માટે તમારો આભાર. પ્રેરિત કરતા રહો અને હું અંત સુધી લડીશ. તમને બધાને પ્રેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp