ચોથી ટેસ્ટમાં પ્લેઇંગ XIનો હિસ્સો નહીં હોય બૂમરાહ, મોટું કારણ આવ્યું સામે

PC: BCCI

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બૂમરાહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચીમાં થનારી ચોથી મેચમાંથી આરામ આપવામાં આવી રહ્યો છે. જસપ્રીત બૂમરાહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં નહીં આવે. આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે જેથી તે પૂરી રીતે ફિટ અને ફ્રેશ રહે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 434 રનોથી શાનદાર જીત મળી. આ પ્રકારે ભારતીય ટીમે સીરિઝમ 2-1થી આગળ છે. ભારતીય ટીમની પહેલી ઇનિંગના 445 રનોના જવાબમાં ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 319 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 430 રન બનાવ્યા અને ઇંગ્લિશ ટીમ સામે જીત માટે 557 રનોનું વિશાળ લક્ષ્ય રાખ્યું, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 122 રનો પર જ ઢેર થઈ ગઈ અને પછી મોટા અંતરથી આ મેચ હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં રનોના હિસાબે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. તો હવે સમાચાર મળી રહ્યા છે જસપ્રીત બૂમરાહને બ્રેક આપી શકાય છે. ક્રિકબઝના રિપોર્ટ મૂજબ, જસપ્રીત બૂમરાહને ચોથી ટેસ્ટ મેચમાં નહીં રમાડવામાં આવે.

ભારતીય ટીમ રાજકોટથી રાંચી માટે મંગળવારે રવાના થશે, પરંતુ જસપ્રીત બૂમરાહ ટીમ સાથે નહીં જાય. તે કદાચ રાજકોટથી અમદાવાદ માટે રવાના થઈ જશે. રિપોર્ટ મુજબ જો ભારતીય ટીમ ચોથી ટેસ્ટ મેચ જીતી ગઈ તો કદાચ જસપ્રીત બૂમરાહ ધર્મશાળામાં પણ ન રમે, પરંતુ જો ભારતીય ટીમને રાંચીની ટેસ્ટ મેચમાં હાર મળી તો પછી બૂમરાહ અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકે છે. ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બૂમરાહનું પ્રદર્શન અત્યાર સુધી આ સીરિઝમાં ખૂબ સારું રહ્યું છે. આ સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ જસપ્રીત બૂમરાહે લીધી છે.

તેણે 3 મેચોમાં કુલ 80.5 ઓવર બોલિંગ કરી છે અને આ દરમિયાન તેણે કુલ 17 વિકેટ લીધી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં જસપ્રીત બૂમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે રાજકોટ ટેસ્ટમાં વાપસી કરી હતી. બૂમરાહની જગ્યાએ BCCI કોઈ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરશે કે, હાલની ટીમમાંથી જ કોઈ ખેલાડી તેને રિપ્લેસ કરશે તેના પર જલદી જ નિર્ણય લઈ શકાય છે. ત્રીજી ટેસ્ટ મેચથી મુકેશ કુમારને રીલિઝ કરવામાં આવ્યો હતો, જેથી તે રણજી ટ્રોફી મેચ રમી શકે. માનવામાં આવી રહ્યું છે કે રાંચી ટેસ્ટ મેચ માટે ફરીથી તે ભારતીય ટીમ સાથે જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp