જય શાહ લડશે ICC અધ્યક્ષની ચૂંટણી? ACC મીટિંગમાં તેમના પર હશે ખાસ નજર

PC: theweek.in

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની આજે એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) થવાની છે. આ મીટિંગ ઇન્ડોનેશિયન બાલીમાં થશે. ACC અધ્યક્ષ જય શાહ આ મીટિંગમાં એક મોટો નિર્ણય લઈ શકે છે. તેઓ પોતાના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી શકે છે. જય શાહ આ નિર્ણય એક રણનીતિ હેઠળ લઈ શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં થવાની છે. એવામાં જય શાહ ICC ચેરમેનની ચૂંટણી લડવાનો પ્લાન બનાવી શકે છે, તેનો પાક્કો નિર્ણય ACCની મીટિંગમાં થઈ શકે છે.

આ મીટિંગ 2 દિવસ (30 અને 31 જાન્યુઆરી) સુધી ચાલશે, જેમાં એશિયાના બધા ક્રિકેટ બોર્ડના સભ્ય હિસ્સો લેશે. ઉલ્લેખનીય છે કે, જય શાહ આ સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં સચિવના પદ પર પણ કામ કરી રહ્યા છે. બીજી તરફ ACCમાં જય શાહને અધ્યક્ષ પદ પર કાર્ય કરતા એક જ વર્ષ થયું છે, જ્યારે ACCમાં અધ્યક્ષ પદ માટે 2 વર્ષમાં ચૂંટણી થાય છે એટલે કે જય શાહનો હજુ એક વર્ષનો કાર્યકાળ બાકી છે. પરંતુ ICCની ચૂંટણી જોતા જય શાહ મોટો નિર્ણય લેતા ACC અધ્યક્ષ પદ પરથી એક વર્ષ અગાઉ રાજીનામું આપી શકે છે.

જો કે, જય શાહ BCCI સચિવ પદ પરથી રાજીનામું ક્યારે આપશે, આપશે કે નહીં? તેને લઈને અત્યારે કોઈ જાણકારી નથી. ACC મીટિંગમાં બ્રોડકાસ્ટિંગ રાઇટ્સને લઈને પણ નિર્ણય થવાનો છે. એ હેઠળ એશિયા કપ એક મોટું ટૂર્નામેન્ટ પણ આવે છે. ACCના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સમાં અંડર-23, અંડર-19 અને મહિલા એશિયા કપ પણ સામેલ રહેશે. હાલમાં સ્ટાર પાસે ટી.વી. અને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પાસે ડિજિટલ રાઇટ્સ છે.

આગામી એશિયા કપ 2025માં થવાનો છે, જે T20 ફોર્મેટમાં કરાવવામાં આવશે. એવામાં આ વર્ષે મોટા ટૂર્નામેન્ટના વેન્યુ (મેજબાની)ને લઈને પણ ACC મીટિંગમાં નિર્ણય થશે. એશિયા કપ 2025ની મેજબાની માટે બે દેશ ઓમાન અને UAE સૌથી મોટા દાવેદાર છે, પરંતુ તેમાં એક સમસ્યા પણ છે. ઉલ્લેખનીય છે કે ઓમાન અને UAE બધા ACCના એસોસિએટ દેશ છે, જ્યારે મેજબાની માત્ર ફૂલ મેમ્બરને જ મળે છે. એટલે કે 2023નો એશિયા કપ પાકિસ્તાનની મેજબાનીમાં શ્રીલંકા અને પાકિસ્તાનમાં થયો હતો. આ ટૂર્નામેન્ટ ભારતીય ટીમે જીત્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp