જય શાહે જણાવ્યું કિશન-ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન આપવાનો નિર્ણય કોનો હતો

PC: BCCI

આ વર્ષે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં સૌથી વધુ ચર્ચા રહી હતી, ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની. આ બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, ત્યાર બાદ આ અંગે ખૂબ વિવાદ થયો હતો, જે અંગે હવે BCCIના સેક્રેટરી જય શાહે પોતાનું નિવેદન આપ્યું છે.

જય શાહે કહ્યું હતું કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવાનો નિર્ણય ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો હતો. જય શાહે કહ્યું હતું કે, તમે સંવિધાન જોઈ શકો છો. હું સિલેક્શન કમિટીની ફક્ત બેઠક બોલાવું છું, પરંતુ નિર્ણયો અજીત અગરકર કરે છે અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળો નિર્ણય અજીતનો હતો.

જય શાહે વધુમાં કહ્યું કે, જ્યારે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરે ઘરેલું ક્રિકેટ ન રમ્યા તો તેમને બહાર રાખવાનો નિર્ણય અગરકરનો હતો. મારું કામ છે બસ એના પર અમલ કરવાનું. શાહે કહ્યું મેં આ નિર્ણય બાદ આ બંને ખેલાડી સાથે વાત પણ કરી હતી. 

નવા કોચની શોધ શરૂ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં નવા મુખ્ય કોચ માટે જાહેરાત બહાર પાડશે. BCCI સેક્રેટરી જય શાહે મુંબઈમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ માત્ર જૂન સુધીનો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના નવા કોચની શોધ શરૂ થઈ ગઈ છે. શાહે પુષ્ટિ આપી હતી કે, નવા કોચની નિમણૂક લાંબા ગાળા માટે કરવામાં આવશે અને તે ત્રણ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે સેવા આપશે. કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો જેમ કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની પસંદગી પછીથી નવા કોચની સલાહ પર કરવામાં આવશે. શાહે વિદેશી કોચની શક્યતા નકારી ન હતી અને મુદ્દો ખુલ્લો છોડી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp