શું પોન્ટિંગ-લેંગર ખોટું બોલી રહ્યા છે? જય શાહ બોલ્યા-અમે કોઇ ઓસ્ટ્રેલિયન..

PC: thehindu.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહનું કહેવું છે કે ભારતીય બોર્ડે કોઈ પણ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને કોચ બનવા માટે સંપર્ક કર્યો નથી. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. BCCI ભારતીય ટીમના નવા કોચની શોધમાં છે. રાહુલ દ્રવિડ પોતાના કાર્યકાળનો વિસ્તાર ઇચ્છતા નથી. હાલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરે કહ્યું હતું કે, તેમને આ પદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે BCCIની ઓફર ઠુકરાવી દીધી.

જય શાહે શુક્રવારે કહ્યું, મેં કે BCCI કોઈએ પણ કોઈ ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટરને કોચ પદ માટે સંપર્ક કર્યો નથી. મીડિયામાં ચાલી રહેલા આ સમાચાર એકદમ ખોટા છે. રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ક્રમશઃ દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના કોચ છે. રાહુલ દ્રવિડ બાદ ભારતીય કોચ જ પસંદ કરવાના સંકેત આપતા જય શાહે કહ્યું કે, રાષ્ટ્રીય ટીમ માટે યોગ્ય કોચ શોધવાની પ્રક્રિયા લાંબી છે.

તેમણે કહ્યું કે, અમે એવી વ્યક્તિની શોધ કરી રહ્યા છીએ, જેને ભારતીય ક્રિકેટના ઢાંચાની ઊંડી સમજ હોય અને પોતાના હુનરથી શિખર સુધી પહોંચી હોય. BCCI સચિવે એમ પણ કહ્યું કે, આગામી કોચની નિમણૂક માટે એ વ્યક્તિને ભારતના ઘરેલુ ક્રિકેટ ઢાંચાની સમજ હોવી મહત્ત્વપૂર્ણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને પણ આ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. BCCIએ એક કોચ માટે અરજી જાહેર કરવામાં આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ગત વર્લ્ડ કપ સુધી હતો, પરંતુ ત્યારબાદ તેમણે તેને વધાર્યો હતો, પરંતુ આ વખત રાહુલ દ્રવિડ તેના મૂડમાં નથી. BCCI દ્રવિડને વાર્ષિક 10 કરોડ સેલેરી આપે છે. રાહુલ દ્રવિડ દુનિયાના સૌથી અમીર ક્રિકેટ કોચ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp