કોહલીની ગેરહાજરી વિશે જય શાહે કહ્યું- જો કોઈ 15 વર્ષમાં...

PC: twitter.com

BCCIના સેક્રેટરી જય શાહે રાજકોટમાં વિરાટ કોહલીની ગેરહાજરી વિશે વાત કરી હતી. જય શાહે કહ્યું હતું કે, જ્યારે ખેલાડીઓને વ્યક્તિગત કારણોથી રજાની જરૂર હોય છે ત્યારે તેમનું સમર્થન કરવું મહત્વપૂર્ણ હોય છે. જેવું વિરાટ કોહલીના મામલામાં છે. જેણે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં પોતે ઉપલબ્ધ નથી એવું કહ્યું હતું.

જય શાહે કહ્યું કે, જો કોઈ 15 વર્ષમાં પર્સનલ રજા માગી રહ્યો હોય તો આ માગ તેનો અધિકાર છે. વિરાટ એ પ્રકારનો ખેલાડી નથી, જે કોઈ કારણ વગર રજા માગે. આપણે આપણા ખેલાડીઓનું સમર્થન કરવું જોઈએ અને તેમના પર વિશ્વાસ કરવો જોઈએ.

T20 વર્લ્ડ કપમાં રોહિત કે હાર્દિક, કોણ કરશે કેપ્ટન્સી? જય શાહે આપી દીધો જવાબ

ભારતીય ક્રિકેટ ટીમ માટે 2023 સારું ન રહ્યું. તેને ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ વર્ષે ભારતીય ટીમે જૂનમાં T20 વર્લ્ડ કપ રમવાનો છે, પરંતુ અહી ફેન્સ માટે સૌથી મોટો સવાલ એ હતો કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કોણ કરશે? કેપ્ટન્સી માટે રોહિત શર્મા કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે તેનો ખુલાસો કરી દીધો છે.

જય શાહે એક પ્રોગ્રામને સંબોધિત કરતા સ્પષ્ટ કરી દીધું કે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથોમાં રહેશે. સાથે જ હાર્દિક પંડ્યા ઉપકેપ્ટન્સી કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. તેનાથી એક દિવસ અગાઉ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડી અને વરિષ્ઠ પ્રશાસક નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું.

તેના માટે એક મોટો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં નિરંજન શાહ સ્ટેડિયમ નામનું અનાવરણ જય શાહે કર્યું. આ અવસર પર તેમણે બધાને સંબોધિત કરતા વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળેલી હાર પર વાત કરી. સાથે જ T20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન્સીના નામની પણ જાહેરાત કરી દીધી. જય શાહે કહ્યું કે, 'બધા લોકો મારા નિવેદનની રાહ જોઈ રહ્યા હતા કે હું વર્લ્ડ કપ માટે કેમ કઇ બોલતો નથી. હું તમને બધાને કહેવા માગું છું કે 2023માં અમદાવાદમાં સતત 10 મેચ જીત્યા બાદ ભલે આપણે વર્લ્ડ કપ ન જીત્યો, પરંતુ આપણે દિલ જીત્યું છે, પરંતુ હું તમને વાયદો કરું છું કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2024માં બાર્બાડોસમાં આપણે જરૂર ભારતનો ઝંડો ગાડીશું.'

નિરંજન શાહે 1960ના દશકના મધ્યથી 1970ના દશકના મધ્ય સુધી સૌરાષ્ટ્ર માટે 12 પ્રથમ શ્રેણીની મેચ રમી છે. તેઓ દેશના સૌથી વરિષ્ઠ ક્રિકેટ પ્રશાસકોમાંથી એક છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાંબા સમયથી તેમનો પ્રભાવ છે. તેમના પુત્ર અને પૂર્વ પ્રથમ શ્રેણીના ક્રિકેટર જયદેવ શાહ સ્થાનિક ક્રિકેટ સંસ્થામાં અત્યારે અધ્યક્ષ છે. જયદેવે સૌરાષ્ટ્રની કેપ્ટન્સી પણ કરી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પણ રમ્યો છે. એવામાં હવે નિરંજન શાહના નામે સ્ટેડિયમનું નામ રાખવું તેમના માટે ગર્વની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp