T20 વર્લ્ડ કપ માટે જય શાહનો ટીમ ઈન્ડિયાને ખાસ સંદેશ, રોહિત શર્મા પાસે કરી આ માંગ

PC: thecricketlounge-com.translate.goog

T20 વર્લ્ડ કપ 2024ની અપેક્ષા તેની ચરમ સીમા પર પહોંચી રહી છે, વિશ્વ જૂનમાં કેરેબિયન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આ રમતનો તમાશો જોવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરે તે પહેલા જ BCCI સેક્રેટરી જય શાહે એક ખાસ સંદેશ મોકલ્યો છે. તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસેથી એક મોટી માંગ કરી છે અને તેને ટ્રોફી ઘરે લાવવા માટેની વાત કહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024માં આજે પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે. રોહિત શર્માની ટીમ આ મેચમાં જીતની હકદાર માનવામાં આવી રહી છે. કાગળ પર તે ખૂબ જ મજબૂત છે. ટીમ ઈન્ડિયા આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત જ નહીં કરે પરંતુ તેની આગામી મેચ 9 જૂને પાકિસ્તાન સામે છે. તેથી આ મેચને પાકિસ્તાન સામેની મોટી મેચ માટેની પ્રેક્ટિસ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાને ખાસ સંદેશ મોકલ્યો છે.

X પર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું, ટ્રોફી ઘરે લાવો... જય હિંદ. તેણે આ તસવીર સાથે પોસ્ટ કરી છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ આગળની હરોળમાં જોવા મળી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, ભારતે પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી રમ્યો નહોતો, જ્યારે રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ પણ જોવા મળ્યો નહોતો.

મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, આયર્લેન્ડ વિરૂદ્ધ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા સાથે ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ, જ્યારે યશસ્વી જયસ્વાલે ત્રીજા નંબર પર બેટિંગ કરવી જોઈએ. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તે લાંબા સમયથી મર્યાદિત ઓવરોમાં ત્રીજા નંબર પર રમી રહ્યો છે.

IPLમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જેમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 15 મેચમાં 741 રન બનાવ્યા હતા. સુનિલ ગાવસ્કરે કહ્યું, 'રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆત કરવી જોઈએ. યશસ્વી જયસ્વાલે ત્રીજા નંબરે જવું જોઈએ.' તેણે કહ્યું, 'સૂર્યકુમાર યાદવને ચોથા નંબરે, રિષભ પંતને પાંચમાં અને હાર્દિક પંડ્યાને છઠ્ઠા નંબરે જવું જોઈએ. સાતમા નંબરે રવિન્દ્ર જાડેજા અને આઠમા નંબરે શિવમ દુબે, નવમા નંબરે કુલદીપ યાદવ, દસમા નંબરે જસપ્રીત બુમરાહ અને 11મા નંબરે મોહમ્મદ સિરાજ રાખવા જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp