જસપ્રીત બૂમરાહ નહીં આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથ ઍવોર્ડ

PC: telegraphindia.com

ઇંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ અને આયરલેન્ડની ઓલરાઉન્ડર ઇમિર રિચર્ડસનને ઑગસ્ટ મહિના માટે ક્રમશઃ પુરુષ અને મહિલા ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. ICCએ સોમવારે તેની જાણકારી આપી હતી. જો રૂટે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ અને પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પાછળ છોડીને આ ઍવોર્ડ જીત્યો છે. જો રૂટે ઑગસ્ટ મહિનામાં ભારત વિરુદ્ધ 3 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેણે 507 રન બનાવ્યા હતા.

ICC વૉટિંગ અકાદમીના પેનલિસ્ટોમાં સામેલ દક્ષિણ આફ્રિકી પૂર્વ ઓલરાઉન્ડર જે.પી. ડુમિનીએ કહ્યું કે કેપ્ટનના રૂપમાં તેના પરની જવાબદારીઓ વધારે હતી એ છતા પણ તેણે શાનદાર બેટિંગ કરી. હું વાસ્તવમાં પ્રભાવિત થયો કે તેણે આગળ વધીને ટીમની આગેવાની કરી અને દુનિયામાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન બની ગયો. આયરીસ ઓલરાઉન્ડર ઇમિર રિચર્ડસને ઑગસ્ટ મહિનામાં ICC મહિલા T20 વર્લ્ડ કપ યુરોપ ક્વાલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મંથ ઍવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે ટૂર્નામેન્ટમાં 4.19ની એવરેજથી 7 વિકેટ લીધી હતી.

આયરલેન્ડની સ્ટાર ક્રિકેટર ઇમિર રિચર્ડસને બોલ સાથે સાથે બેટથી પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે નેધરલેન્ડ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચમાં 49 બોલમાં 53 રનની મહત્ત્વની ઇનિંગ રમી અને ટૂર્નામેન્ટમાં કુલ 76 રન બનાવ્યા હતા. ઇમિર રિચર્ડસને કહ્યું કે  ઑગસ્ટ માટે ICC મહિલા પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થવું ખૂબ જ રોમાંચક હતું અને હવે વિનર તરીકે મને શાનદાર અનુભવ થઈ રહ્યો છે અને આશા છે કે અમે આગામી સ્ટેજમાં જગ્યા બનાવવા માટે ઘણું બધુ કર્યું છે અને અમે ઇન્ટરનેશનલ લેવલ પર ફરી એક વખતે હિસ્સો લઈશું.

શું છે ICC પ્લેયર ઓફ ધ મંથ ઍવોર્ડ?

‘ICC પ્લેયર ઓફ ધ મંથ’ ઍવોર્ડ જાન્યુઆરી 2021થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહિલા અને પુરુષ ક્રિકેટર્સને આપવામાં આવતો એક માસિક પુરસ્કાર છે. આ પુરસ્કાર એ ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે વિશેષ મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બધી ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય. એક સ્વતંત્ર ICC વોટિંગ અકાદમી આ પુરસ્કાર માટે વૉટ કરે છે જેમાં દુનિયાભરના પૂર્વ ખેલાડી, પ્રસારક અને પત્રકાર પણ સામેલ હોય છે. અકાદમી પ્રશંસકો સાથે મળીને ખેલાડીઓ માટે વૉટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp