કેપ્ટન જોશ બટલરે જણાવ્યું કયા કારણે ઇંગ્લેન્ડ જીતશે વર્લ્ડ કપ

PC: independent.co.uk

આ વખત વન-ડે વર્લ્ડ કપ ભારતમાં આયોજિત થઈ રહ્યો છે. અને તેની શરૂઆત આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે વન-ડે વર્લ્ડ કપને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેનું કારણ છે કે મોટા ભાગના ખેલાડી ઇન્ડિયન પ્રીમિયર ખેલાડી (IPL) રમવું છે અને આ કારણે તેમને ભારતના ગ્રાઉન્ડ્સમાં રમવાનો સારો અનુભવ થઈ ગયો છે. એવામાં ઇંગ્લીશ ટીમને વર્લ્ડ કપમાં ખૂબ ફાયદો મળી રહ્યો છે.

વર્લ્ડ કપમાં પહેલી મેચ બે મોટી ટીમો વચ્ચે થઈ રહી છે. વર્ષ 2019ના વર્લ્ડ કપની ફાઇનલ રમાનારી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો વર્લ્ડ કપની પહેલી મેચ રમશે. ન્યૂઝીલેન્ડની ટીમ ઇચ્છશે છે કે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવામાં આવે. તો ઇંગ્લેન્ડની ટીમ પણ જીત સાથે શરૂઆત કરવા માગશે. ઇંગ્લેન્ડના ઘણા એવા ખેલાડી છે, જે સતત IPL રમે છે. જો વાત કરીએ તો ઓછામાં ઓછા 7-8 ખેલાડી IPL રમે છે અને આ કારણે તેમને સારી રીતે ખબર છે કે ભારતની પીચો કેવી છે.

જોસ બટલરના જણાવ્યા મુજબ, IPLનો અનુભવ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમને ખૂબ કામ આવી શકે છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે, IPLના કારણે અમને ખબર છે કે અલગ અલગ મેદાનોની પીચો કેવી છે. જે હોટલમાં તમે રહો છો અને અન્ય કેટલીક સારી વસ્તીઓ બાબતે તમને પહેલાથી જ ખબર હોય છે અટેલ અમને પહેલાથી ખબર છે કે કઇ વસ્તુની આશા રાખવી જોઈએ. નિશ્ચિત રૂપે અમે 50 ઓવરોની ક્રિકેટ રમી રહ્યા છીએ, 20 ઓવરોની ક્રિકેટ નહીં. ઘણી અન્ય ટીમો પણ છે જેમને IPLનો ખૂબ અનુભવ છે.

જોશ બટલરે કહ્યું કે, દુનિયાભરના ખેલાડી અહી આવીને IPLમાં હિસ્સો લે છે. એટલે મને લાગે છે કે, ઘણી બધી ટીમો માટે એ એક એડવાન્ટેજ છે. હાલમાં જ ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડને વન-ડે સીરિઝમાં 3-1થી હરાવ્યા બાદ જોસ બટલરે કહ્યું હતું કે, તેને પસંદ નથી કે તેની ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન કહેવામાં આવે. તેને લાગે છે કે તેની ટીમ પણ અન્ય ટીમોની જેમ જ છે, જે શરૂઆતથી જ ટૂર્નામેન્ટમાં પ્રતિસ્પર્ધા કરી રહી છે. અમે કોઈ પણ વસ્તુનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી. અમે ત્યાં જઈને વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે બિલકુલ અન્ય ટીમોની જેમ જ સ્થિતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp