બટલરે ધોની અને કોહલીના ફોર્મ્યૂલાથી રાજસ્થાનને અપાવી જીત, મેચ બાદ ખોલ્યું રહસ્ય

PC: BCCI

જોસ બટલરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમતા રાજસ્થાન રોયલ્સને જીત અપાવી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ નંબર 31 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 2 વિકેટે જીત પોતાના નામે કરી. ઓપનિંગ કરતા જોસ બટલર અંત સુધી પીચ પર ઊભો રહ્યો અને તેણે પોતાની ટીમને જીતાડી.

હવે રાજસ્થાનના ઓપનરે જણાવ્યું કે, કેવી રીતે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીનો ફોર્મ્યૂલા અપનાવતા ટીમને જીત અપાવી. 224 રનોના લક્ષ્યનો પીછો કરતા જોસ બટલરે 60 બૉલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી નોટ આઉટ 107 રનોની ઇનિંગ રમી. રાજસ્થાન રોયલ્સ સતત વિકેટ ગુમાવી રહી હતી, પરંતુ એક તરફ જોસ બટલર ટકી રહ્યો. મેચ બાદ જોસ બટલરે કહ્યું કે, તેણે રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના ફૉર્મ્યૂલાને અપનાવ્યો.

શાનદાર ઇનિંગ માટે જોસ બટલરને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના ફોર્મ્યૂલા બાબતે વાત કરતા કહ્યું કે, ધોની અને કોહલી જેવા લોકો, જે પ્રકારે અંત સુધી રહે છે અને ભરોસો કરે છે. તમે આ IPLમાં ઘણી વખત જોયું હશે અને હું પણ એ જ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોલકાતા વિરુદ્ધ રમાયેલી મેચમાં બટલરે આ સિઝનની બીજી સદી ફટકારી. આ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ રમાયેલી મેચમાં જોસ બટલરે આ સિઝનની બીજી સદી ફટકારી. બેંગ્લોર વિરુદ્ધ મેચમાં બટલરે વિરાટ કોહલીની સદી પર પાણી ફેરવી દીધું હતું.

હવે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ મેચમાં બટલરે સુનિલ નરીનની સદી પર પાણી ફેરવીને રાજસ્થાન રોયલ્સને જીત અપાવી. ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 223 રન બોર્ડ પર લગાવ્યા. ટીમ માટે સુનિલ નારીને 56 બૉલમાં 13 ફોર અને 6 સિક્સની મદદથી નોટ આઉટ 109 રનોની ઇનિંગ રમી. પછી લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 2 વિકેટ બાકી રહેતા છેલ્લા બૉલ પર જીત હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp