શ્રીલંકા સામેની મેચ પહેલા રોહિત બોલ્યોઃ ...તો હું ખરાબ કેપ્ટન બની જઇશ, બધી ખબર..

PC: cricketcom.imgix.net

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં તે પોતાની બેટિંગની ભરપૂર મજા લઇ રહ્યો છે. પણ સાથે જ એવું પણ કહ્યું કે તે વિચાર્યા વિના શોટ મારી રહ્યો નથી. સમજી વિચારીને શોટ સિલેક્શન કરે છે. તેણે પોતાની કેપ્ટન્સીની થઇ રહેલી પ્રશંસાને લઇ કહ્યું કે, તે જાણે છે કે એક મેચ કઇ રીતે બધુ બર્બાદ કરી શકે છે. રોહિત શર્માની કેપ્ટન્સીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેને બોલિંગ પરિવર્તન અને રણનીતિને લઇ પણ પ્રશંસા મળી છે. પણ તે જાણે છે કે એક હાર બધુ બદલી શકે છે.

રોહિત શર્માએ કહ્યું કે, તમે સ્થિતિ, સ્કોરબોર્ડને વાંચો છો અને કોશિશ કરો છો અને યોગ્ય પગલુ લો છો. ક્યારેક ક્યારેક વસ્તુઓ કામ આવે છે તો ક્યારેક કામ આવતી નથી. તમારે તેના માટે તૈયાર રહેવાનું રહે છે. જો હું જાણું છું કે અમે જે પણ પગલા ભરીશું તે ટીમના હિતમાં છે તો બધુ ઠીક છે. હું જાણું છું કે આ બધું કઈ રીતે કામ કરે છે. એક ખરાબ મેચ અને હું ખરાબ કેપ્ટન બની જઇશ.

જણાવીએ કે, રોહિતે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં અમુક ખૂબ જ સુંદર ઈનિંગ્સ રમી છે. જેમાં તેના ઘણાં સાહસિક શોટ ચર્ચામાં રહ્યા છે. રોહિત સાથે કહે છે કે, તે ક્રીઝ પર ઉતરવાની સાથે જ માત્ર શોટ રમવા પર ધ્યાન આપતો નથી.

શ્રીલંકા સામેની મેચ પહેલા રોહિત શર્માએ કહ્યું કે, હું મારી બેટિંગની મજા માણી રહ્યો છું. પણ નિશ્ચિતપણે ટીમ અને પરિસ્થિતિઓ મારા દિમાગમાં રહે છે. એવું નથી ક્રીઝ પર આવતાની સાથે જ વિચાર્યા વિના બેટ ફરાવવાની શરૂ કરી દેઉ છું. મારે બેટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. મારે સારી બેટિંગ કરીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડવાનું હોય છે. આ બધી વાતો મારા દિમાગમાં હોય છે.

રોહિત આગળ કહે છે, જ્યાકે હું ઈનિંગની શરૂઆત કરું છું તો સ્કોર શૂન્ય હોય છે. મારે ઈનિંગનો ટાર્ગેટ સેટ કરવાનો હોય છે. તમે આને મારા માટે ફાયદાનો સોદો કહી શકો છો. મારા વિકેટ પડવાનું પ્રેશર હોતું નથી. જ્યારે તમે શરૂઆત કરો છો તો તમે ચિંતા વિના રમી શકો છો પણ પાછલી મેચમાં પાવરપ્લે સમયે અમે પ્રેશરમાં હતા. ત્યારે અમે 3 વિકેટ ગુમાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp