કે.એલ.રાહુલે એવું શું કહ્યું કે જસ્ટિન લેંગરે પણ કોચ બનવાનો કર્યો ઇનકાર

PC: BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારતીય ટીમ માટે નવા હેડ કોચની શોધ કરી રહી છે. ભારતીય ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ પૂરો થઈ જશે. ભારતીય ટીમના નવા હેડ કોચ માટે ઘણા નવા નામ સામે આવી રહ્યા છે, પરંતુ આ દરમિયાન તેની સાથે જોડાયેલી મોટી જાણકારીઓ સામે આવી રહી છે. રિકી પોન્ટિંગ, સ્ટીફન ફ્લેમિંગ, એન્ડી ફ્લાવર અને વી.વી.એસ. લક્ષ્મણ બાદ જસ્ટિન લેંગરે ભારતીય ટીમના હેડ કોચ પદની ઓફર ઠુકરાવી દીધી છે.

સાથે જ જસ્ટિન લેંગરે જણાવ્યું કે, તેમણે ભારતીય ટીમના હેડ કોચની ઓફર કેમ ઠુકરાવી દીધી. જસ્ટિન લેંગરે જણાવ્યું કે, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના કેપ્ટન કે.એલ. રાહુલે કહ્યું કે, તમે જાણો છો, જો તમને લાગે છે કે IPL ટીમમાં દબાવ અને રાજનીતિ છે તો તેનાથી એક હજાર ગણી ભારતીય ટીમની કોચિંગમાં (રાજનીતિ) છે.  તો તેના પર જસ્ટિન લેંગરે કહ્યું કે, મને લાગે છે કે કે.એલ. રાહુલે સારી સલાહ આપી છે.

આ અગાઉ ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતીય ટીમના હેડ કોચ પદની ઓફર ઠુકરાવી દીધી હતી. રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, હું ભારતીય ટીમના સીનિયર કોચની નોકરી કરવા માગીશ, પરંતુ મને મારા જીવનમાં થોડો સમય પણ જોઈએ છે, તો આ સમયે હું તૈયાર નથી. જો તમે ભારતીય ટીમના કોચ બની ગયા તો પછી IPLમાં કોચિંગ નહીં કરી શકો અને મારે તેનાથી બહાર થવું પડશે. એ સિવાય નેશનલ કોચ હોવાનો અર્થ છે કે 10-11 મહિના કામ કરવાનું.

તેમણે કહ્યું કે, હું આ કામને પસંદ કરતો અને મારા પુત્રને જ્યારે મેં આ વાત બતાવી તો તેણે તરત કહ્યું કે, પપ્પા તેને તમારે લેવું જોઈએ, પરંતુ એ મારી લાઇફ સ્ટાઇલમાં ફિટ બેસતી નથી. તો એન્ડી ફ્લાવરે કહ્યું કે, ભારતના હેડ કોચ પદ માટે અરજી કરી નથી અને હું તેના માટે અરજી નહીં કરું હું લીગમાં આ સમયની પોતાની ભાગીદારીથી ખુશ છું અને હું વાસ્તવમાં તેનો આનંદ લઈ રહ્યો છું. એ ખૂબ આકર્ષક કામ છે અને હું કેટલાક અદ્વભૂત સંગઠનો સાથે કામ કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp