રબાડાએ શિખર ધવનને જમીન પર પાડીને મજાકમાં મારી લાત, જુઓ વીડિયો

PC: instagram.com

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શિખર ધવન હાલના દિવસોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં વ્યસ્ત છે. તે આ વખત પંજાબ કિંગ્સ (PBKS) ટીમ માટે રમી રહ્યો છે. શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ શિખર ધવને એક વીડિયો શેર કર્યો છે, જેમાં સાથી ખેલાડી કાગીસો રબાડા તેને લાત મારતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે શિખર ધવન હાથમાં ફૂટબૉલ લઈને રેલિંગ પર સ્લાઇડ કરતો મેદાન તરફ આવે છે.

તે રેલિંગ પરથી ઉતરીને આગળ વધવા લાગે છે ત્યારે જ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કાગીસો રબાડા પોતાનો પગ આગળ કરીને શિખર ધવનને જમીન પર પાડી દે છે. ત્યારબાદ લાત મારતા આગળ વધી જાય છે. આ દરમિયાન શિખર ધવનના હાથમાંથી ફૂટબૉલ છૂટી જાય છે જેના પર કાગીસો રબાડા લાત મારે છે અને તે બૉલ શિખર ધવનને લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ શિખર ધવન અને કાગીસો રબાડાની અરસપરસમાં મજાક-મસ્તી હોય છે. આ દરમિયાન શિખર ધવન પણ હસતો નજરે પડે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

આ આખી ઘટનાને જોઈ રહેલા સાથી ખેલાડી અને સ્ટાફ મેમ્બર પણ હસે છે. વીડિયોના અંતમાં કાગીસો રબાડાને પણ હસતો જોઈ શકાય છે. આ વીડિયો શિખર ધવને પોતે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શિખર ધવને પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘બેઇજ્જતી કરાવી દીધી.’ આ વીડિયો પર એક યુઝરે મજાકિયા અંદાજમાં કમેન્ટ કરી કે, આ શિખર ધવનને બધાએ બગાડી રાખ્યો છે.

શિખર ધવન આ વખત પ્રીતિ ઝિંટાની માલિકી હક્કાવાળી ટીમ પંજાબ કિંગ્સ માટે ક્રિકેટ રમી રહો છે. પંજાબ ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શનમાં શિખર ધવનને 8.25 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સે અત્યાર સુધી આ સીઝનમાં 12 મેચ રમી છે, જેમાંથી 6 મેચમાં જીત મળી છે. ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાનો ચાન્સ છે. તો શિખર ધવને અત્યાર સુધી ટીમ માટે 12 મેચમાં સૌથી વધારે (પંજાબ કિંગ્સ માટે) 402 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp