કામરાન અકમલે BCCI આપી સલાહ- આ બે પૂર્વ બોલરોમાંથી બોલિંગ કોચ બનાવો

PC: indiatoday.in

ભારતીય ટીમના હેડ કોચને લઈને હાલના દિવસોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ખૂબ જ જલદી આગામી હેડ કોચનું નામ સામે આવી જશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પાકિસ્તાન તરફથી મોટી સલાહ મળી છે. પાકિસ્તાની બેટ્સમેન કામરાન અકમલે સલાહ આપી કે BCCIએ બોલિંગ કોચ તરીકે ઝહીર ખાન કે આશિષ નેહરાની નિમણૂક કરવી જોઈએ. એ સિવાય કામરાન અકમલે ગૌતમ ગંભીરના ભરપેટ વખાણ કર્યા હતા.

ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડ છે, પરંતુ તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી જ છે. ત્યારબાદ તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે. આગામી હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ છે. તેમણે કોચ બનાવી શકાય છે. ગૌતમ ગંભીરનું કોચ પદ માટે ઇન્ટરવ્યૂ થઇ ગયું છે અને બસ તેની નિમણૂકની જાહેરાત થવાની બાકી છે. તો ગૌતમ ગંભીર અને ભારતીય ટીમના કોચને લઈને કામરાન અકમલે મોટી પ્રતિક્રિયા આપી છે.

તેને કહ્યું કે, ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમનો હિસ્સો હતા અને તેમની કોચિંગમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર બન્યા અને ટીમ ચેમ્પિયન બની ગઈ. ગૌતમ ગંભીરને ક્રિકેટની ખૂબ સારી સમાજ છે. મેં તેમની સાથે ખૂબ ક્રિકેટ રમી છે અને અમે સાથે રહ્યા છીએ. અમે લોકો સાથે ખાવાનું ખાતા હતા અને ખૂબ વાત કરતા હતા. અમે અત્યારે પણ સારા મિત્ર છીએ અને ટચમાં છીએ. તેમણે જરૂર ભારતીય ટીમના કોચ હોવું જોઈએ અને આશિષ નેહરા કે ઝહીર ખાનને બોલિંગ કોચ બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર પાસે IPLમાં કોચિંગનો સારો અનુભવ છે. તેમની કોચિંગમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024ની ટ્રોફી જીતી હતી. તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર હતા. આ અગાઉ તેમણે લખનૌ સુપર જાયન્ટ્સને 2 વખત પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ગૌતમ ગંભીરે ભારતીય ટીમના કોચ બનવા માટે કેટલીક શરત પણ રાખી છે. તેઓ અલગ અલગ ફોર્મેટ માટે અલગ અલગ ખેલાડી ઈચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp