ઇશાન-શ્રેયસ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર થવા પર કામરાન અકમલે આપ્યું મોટું નિવેદન

PC: twitter.com

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશનને પોતાની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટથી બહાર કરવા પર બહેસ બંધ થવાનું નામ લઈ રહી નથી. ઘણા દિગ્ગજ આ ખેલાડીઓના પક્ષમાં આવ્યા છે, તો ઘણા પૂર્વ ખેલાડીઓને લાગે છે કે બોર્ડે ઘરેલુ ક્રિકેટને બચાવવા માટે યોગ્ય નિર્ણય લીધો છે. જ્યાં એક તરફ શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની સીરિઝની શરૂઆતી 2 મેચોનો હિસ્સો હતો અને વન-ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં સદી ફટકારી હતી. તો ઇશાન કિશનને ગયા વર્ષે નવેમ્બરમાં રણજીથી દૂરી બનાવવાને લઈને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર કરવામાં આવ્યો.

તો આ ચર્ચામાં પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે એન્ટ્રી લીધી છે અને તેણે BCCIના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે, બોર્ડના આદેશોને નજરઅંદાજ કરવા માટે ખેલાડીઓને દંડિત કરવા માટે એવી કાર્યવાહી જરૂરી હતી. કામરાન અકમલે પોતાની યુટ્યુબ ચેનલ પર BCCI દ્વારા ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર કરવાને લઈને કહ્યું કે, 'BCCIએ જે સૌથી સારું કામ કર્યું, તે વહેલી તકે ડેમેજ કંટ્રોલ કર્યું, પરંતુ જો આ વસ્તુને છોડી દેવામાં આવતી અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો તો કદાચ આગામી સમયમાં અન્ય છોકરા એવી જ રીતે પોતાની મરજીથી ક્રિકેટ રમતા.

અકમલે કહ્યું કે, આજકાલ ચાલી રહ્યું છે T20, વ્હાઇટ બૉલ ક્રિકેટ, તો ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આ વસ્તુ આવી જવી જોઈતી હતી, તો એ હિસાબે ભારતે પોતાના છોકરાઓને એક મેસેજ આપ્યો છે કે આગામી વખત કોઈ એવું ન વિચારે, બીજી વાર જે છોકરો ફાયરિંગ હોય, જે ટીમનો હિસ્સો ન હોય, તે ડોમેસ્ટિક ક્રિકેટ રમે. જેમ ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો હિસ્સો ન બન્યા, તો મારા હિસાબે આ એક સારા મેનેજમેન્ટના પુરાવા છે કે તમે ક્રિકેટથી મોટું કોઈને ન સમજો. મારા ખ્યાલથી BCCI જે પણ કર્યું એના વખાણ દરેક કરી રહ્યું છે. એવું જ થવું જોઈએ અને ક્રિકેટથી મોટું કોઈ નથી.

તેણે વધુમાં કહ્યું કે,  જો તમે ટીમનો હિસ્સો નથી તો તમારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. ઐય્યર અત્યારે બંને ટેસ્ટ રમ્યો છે. આ સીરિઝની, ત્યારબાદ તમે એ ક્રિકેટને વેલ્યૂ ન આપો, જે તમે રમીને આવ્યા છો. જે ક્રિકેટ રમીને તમને પ્લેટફોર્મ મળ્યું અને ત્યારબાદ નેશનલ ટીમમાં રમવાનો અવસર મળ્યો,તો જો તમે એવી ક્રિકેટને ભૂલી જશો તો આવનાર બાળકો માટે સારો મેસેજ નથી. તમારા જેવા સીનિયર પ્લેયર નહીં, રમે જે ટીમો હિસ્સો છે. અત્યારે વર્લ્ડ કપમાં જેવુ પ્રદર્શન કર્યું છે. તમારા જેવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડી નહીં હોય તો પછી બાકી છોકરા પણ એવું જ કરશે. BCCIએ જે પણ કર્યું સારું કર્યું છે.

ઇશાન કિશને માનસિક થાકના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમમાંથી બ્રેક માગ્યો હતો, ત્યારબાદ તેને ટીમમાંથી રીલિઝ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી ઇશાન કિશન ક્રિકેટથી દૂર રહ્યો. રાહુલ દ્રવિડ અને BCCI દ્વારા સતત કહેવા છતા ઇશાન કિશને ઘરેલુ ક્રિકેટથી દૂરી બનાવી રાખી હતી અને IPL માટે હાર્દિક સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. બીજી તરફ શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની શરૂઆતી 2 ટેસ્ટ રમ્યા બાદ ટીમમાંથી બહાર થયો હતો. ઐય્યરે પીઠમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેને ટીમમાંથી રીલિઝ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તે કોલકાતા નાઈટ રાઇડર્સના કેમ્પમાં નજરે પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp