કેન વિલિયમ્સન 12 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં આ ભૂલના કારણે થયો રનઆઉટ

PC: livehindustan.com

ન્યૂઝીલેન્ડનો સૌથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેલિંગટનમાં ચાલી રહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં રન આઉટ થયો. એ વર્ષ 2012 બાદ ટેસ્ટ ક્રિકેટમાં તેનો પહેલો રન આઉટ છે. કેન વિલિયમ્સન સાથી બેટ્સમેન વિલ યંગ સાથે થયેલી તાલમેળની ગરબડીના કારણે રન આઉટ થયો. જો કે, આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પણ તેમના રસ્તામાં આવી ગયો, પરંતુ સ્ટાર્કની તેમાં કોઈ ભૂલ નહોતી. આ રીતે વિલિયમ્સન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા કેમરુન ગ્રીનની સદીની મદદથી 383 રન બોર્ડ પર લગાવ્યા છે. કેમરૂન ગ્રીને 174 રનોની નોટઆઉટ ઇનિંગ રમી. વાત કેન વિલિયમ્સનના રન આઉટની કરીએ તો આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગની 5મી ઓવરની છે. ઓવરના છેલ્લા બૉલ પર કેન વિલિયમ્સન મિડ ઓફની દિશામાં શૉટ રમીને એક રન લેવા માગતો હતો. કેન વિલિયમ્સન તો બૉલને ટેપ કર્યા બાદ તરત જ દોડી પડ્યો, પરંતુ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા વિલ યંગની નજરો બૉલ પર હતો, આ કારણે બંને ખેલાડીઓના તાલમેળમાં કમી આવી અને તેઓ પરસ્પર ટકરાઇ ગયા.

કેન વિલિયમ્સનના 14 વર્ષના ટેસ્ટ કરિયરમાં એવું ત્રીજી વખત થયું છે, જ્યારે તે રન આઉટ થયો છે. આ અગાઉ તે બે વખત ઝીમ્બાબ્વે વિરુદ્ધ રન આઉટ થઈ ચૂક્યો છે. જી હા, વર્ષ 2011માં બુલાવાયોમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તે ઝીમ્બાબ્વે વિરુદ્ધ 49 રનના અંગત સ્કોર પર રન આઉટ થયો હતો, ત્યારબાદ વર્ષ 2012માં તે આ જ ટીમ વિરુદ્ધ નેપિયર ટેસ્ટમાં 4 રનના અંગત સ્કોર રન પર આઉટ થઈને પોવેલિયન જતો રહ્યો.

વાત ન્યૂઝીલેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયાની વેલિંગ્ટન ટેસ્ટની કરીએ તો કેમરૂન ગ્રીનની ધમાકેદાર ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયા 383ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. કેમરૂન ગ્રીન સિવાય કોઈ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 40 રનનો આંકડો પણ પાર ન કરી શક્યો. અંતિમ વિકેટ મતે કેમરૂન ગ્રીને જોશ હેઝલવુડ સાથે સદી ફટકારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp