IPL માટે વિલિયમ્સન અને સાઉથી સહિત આ ખેલાડીઓની ન્યૂઝીલેન્ડ ટીમથી છુટ્ટી
કેન વિલિયમ્સન અને ટિમ સાઉથી સહિત ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને પોતાની સંબંધ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમોમાં સામેલ થવા માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) પાસેથી લીલી ઝંડી મળી ગઈ છે. શ્રીલંકા વિરુદ્ધ સીમિત ઓવરોની ઘરેલુ સીરિઝમાં હિસ્સો લીધા વિના આ ખેલાડી IPL માટે ભારત આવવા રવાના થશે. IPL 31 માર્ચથી અમદાવાદમાં હાલની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (GT) અને 4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ સાથે શરૂ થશે.
કેન વિલિયમ્સન (ગુજરાત ટાઈટન્સ), ટિમ સાઉથી (કોલકાતા નાઈટ રાઈડર્સ), ડેવોન કોનવે અને મિચેલ સેન્ટનર (બંને ચેન્નાઈ સુપર કિંગ્સ) આ ચારેય ખેલાડી શુક્રવારથી શ્રીલંકા વિરુદ્ધ થનારી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ બાદ નેશનલ ટીમની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. તેમને તેનાથી પોતાની IPL ફ્રેન્ચાઇઝ ટીમો સાથે જલદી જ જોડાવાનો ચાંસ મળશે. ટીમના 3 અન્ય ખેલાડી ફીન એલન (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), લોકી ફોર્ગ્યૂસન (કોલકાતા નાઈટ રાઈડર્સ) અને ગ્લેન ફિલિપ્સ (સનરાઇઝર્સ હૈદરાબાદ) 25 માર્ચના ઓજ ઓકલેન્ડમાં થનારી પહેલી વન-ડે બાદ ભારત આવવા માટે રવાના થશે.
2 મેચોની હાલની ટેસ્ટ સીરિઝ સમાપ્ત થાય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની વન-ડે અને એટલી જ મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝ રમશે. કેન વિલિયમસ્નની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટે વન-ડે સીરિઝ માટે ટોમ લાથમને કેપ્ટન બનાવ્યો છે. 28 માર્ચના રોજ ક્રાઇસ્ટચર્ચમાં હેગલે ઓવલમાં થનારી બીજી વન-ડે અગાઉ માર્ક ચેપમેન, બેન લિસ્ટર અને હેનરી નિકોલસ ટીમ સાથે જોડાશે. સીમિત ઓવરોની ટીમાં ટોમ બ્લંડેલ અને વિલ યંગની વાપસી થઈ છે.
ટીમમાં ચાડ બોવોસ અને બેન લિસ્ટર નવા ચહેરા છે. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટિડે NZC વેબસાઈટને કહ્યું કે, એક કોચના રૂપમાં ટીમમાં નવા ખેલાડીઓ સાથે વાપસી કરનારા ખેલાડીઓનું હોવું હંમેશાં રોમાંચક હોય છે. તેમણે આ વર્ષે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ (ઓક્ટોબર-નવેમ્બર)નો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમારે અત્યારથી મે સુધી સીમિત ઓવરોની 16 મેચ રમવાની છે એવામાં ઘણા ખેલાડીઓને પારખવાનો ચાંસ મળશે. ભારતમાં IPL દર વર્ષે આવતા એક તહેવાર સામાન છે. જે દુનિયાની સૌથી પ્રખ્યાત અને સૌથી મોટી T20 લીગ છે. BCCIએ બધી ટીમો માટેના શેડ્યૂલ આપણ જાહેર કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp