ખેલો ઇન્ડિયા: નાની ઉમરમાં મેળવી અનોખી 'સિદ્ધિ', 10 વર્ષનો અભિનવ બન્યો ચેમ્પિયન

PC: langimg.com

યુવા સૂટર અભિનવ સાવે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉમરના ગોલ્ડ મેડલિસ્ટ બન્યો છે તેમણે મેહુલી ઘોષ સાથે રવિવારે 10 મીટર એયર રાઈફલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં પશ્ચિમ બંગાળને જીત અપાવી છે. આસનસોલના 10 વર્ષના અભિનવે ફાઈનલમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને મેહુલીએ પણ બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

છઠ્ઠી ધોરણમાં ભણી રહેલો અભિનવે પોતાની પ્રતિભા બતાવતા ક્વોલિફિકેશન પછી ફાઈનલમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું છે. ફાઈનલમાં પશ્ચિમ બંગાળની ટીમે 501.7 અંક હાંસલ કર્યો હતો જ્યારે બીજા નંબર પર રાજસ્થાનના 5.7 અંક ઓછા રહ્યા હતા.

જૂનિયર ફાઈનલમાં બંગાળ ટીમને 498.2 અંક અને તિરુવનંતપુરમમાં યૂથ ફાઈનલમાં 498.8 અંક હાંસલ કર્યા હતા. આ પહેલા મેહુલીએ જૂનિયર 10 મીટર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

કોચ જયદીપ કર્મકારના માર્ગદર્શનમાં શૂટિંગ શીખી રહેલા અભિનવની જીત બાદ મેહુલીએ પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'અમે નેશનલમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. મેં ફાઈનલ પહેલા અભિનવને પૂછ્યું હતું કે તેઓ મિક્સ્ડ ટીમ ઇવેન્ટના નિયમો જાણે છે.'

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp