RCB ચેમ્પિયન બનતા જ કોહલીએ કર્યો વીડિયો કોલ, મંધાનાને આપી શુભેચ્છા, Video

PC: hindustantimes.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનું ભાગ્ય ખૂલી ગયું છે. ફ્રેન્ચાઇઝી માટે જે કામ પુરુષ ક્રિકેટ ટીમ કરી ન શકી, એ કામ મહિલાઓની ટીમે કરી દેખાડ્યું છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ (DC)ને 8 વિકેટે હરાવતા પહેલી ટ્રોફી પોતાના નામે કરી, તો ટીમની ખુશીમાં વિરાટ કોહલી પણ સામેલ થયો. હાલમાં જ ઇંગ્લેન્ડથી ભારત ફરેલા વિરાટ કોહલીએ વીડિયો કોલ કરીને ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે વાત કરી અને શુભેચ્છા આપી. વિરાટ કોહલી જ્યારે વાત કરી રહ્યો હતો, તો સ્મૃતિ મંધાનાની ખુશી જોતા જ બની રહી હતી.

ચહેરા પર ખુશી સાથે સ્મૃતિ મંધાના વાત કરી રહી હતી અને બીજી તરફ સ્ટેડિયમમાં ફેન્સ ઝૂમી રહ્યા હતા. વિરાટ કોહલી લાંબા સમય સુધી પુરુષ ટીમનો કેપ્ટન રહ્યો અને વર્ષ 2016માં તેની કેપ્ટન્સીમાં ટીમ ફાઇનલમાં પહોંચી પણ હતી, પરંતુ એ સમયે ડેવિડ વોર્નરની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી અને હાલમાં ફાફ ડુ પ્લેસિસ ટીમનો કેપ્ટન છે. એ છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો સૌથી મોટો ચહેરો વિરાટ કોહલી જ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પોસ્ટર બોયે હંમેશાં કહ્યું કે, તે આ ટીમ માટે ટ્રોફી જીતવા માગે છે. જો કે, આ સપનું અત્યાર સુધી અધૂરું છે. આ દરમિયાન જ્યારે સ્મૃતિ મંધાનાની ટીમે કમાલ કર્યું તો તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. જ્યારે તે વાત કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર ખૂશી હતી. તેના ફેન્સ માટે પણ આ મોટો દિવસ છે. મોટા ભાગે બીજી ટીમોના ફેન્સ બેંગ્લોરને એ કારણે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવે છે કે ટીમમાં તમામ દિગ્ગજ રહ્યા, પરંતુ આજ સુધી તે એક પણ ટ્રોફી જીતી શકી નથી.

હવે જ્યારે મહિલા ટીમ જીતી છે તો ફ્રેન્ચાઇઝી માટે ગુડ ન્યૂઝ છે કેમ કે તેનાથી પુરુષ ટીમને પણ મોટિવેશન મળશે. સાથે જ તેનો દબાવ પણ બનશે કે તેઓ પણ IPLમાં મહિલા ટીમની જેમ ટ્રોફી જીતે. જો WPL ફાઇનલ મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય તેમના માટે ખોટો સાબિત થયો. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમ 18.3 ઓવરમાં 113 રન જ બનાવી શકી હતી. તો 114 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ લક્ષ્ય 19.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp