‘ટીમમાં કોઈ એકતા નથી અને..’, ભારતને ચેમ્પિયન બનાવનાર કોચના નિવેદનથી સનસની
અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમની હાલત ખરાબ રહી. ટીમ ગ્રુપ સ્ટેજથી જ બહાર થઈ ગઈ. ત્યારબાદ હેડ કોચ ગેરી કર્સ્ટનનું તીખું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની તીખી નિંદા કરતા ગેરી કર્સ્ટને કહ્યું કે, ટીમમાં કોઈ એકતા નથી અને તેમણે પોતાના લાંબા કોચિંગ કરિયરમાં એવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. ગત વખત ઉપવિજેતાના રૂપમાં ટૂર્નામેન્ટમાં પહોંચેલી પાકિસ્તાની ટીમે હાલના કેટલાક વર્ષોમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે.
ટીમ અમેરિકા અને ભારત સામે હાર બાદ કેનેડા અને આયરલેન્ડ વિરુદ્ધ સંઘર્ષપૂર્ણ જીત નોંધાવી શકી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ, 2011માં ભારતને વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનારા ગેરી કર્સ્ટને હાલના T20 વર્લ્ડ કપથી બહાર થયા બાદ ટીમને આડેહાથ લેવામાં કોઈ કસર છોડી નથી. પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકારે ગેરી કર્સ્ટનના સંદર્ભે કહ્યું કે, ‘પાકિસ્તાનની ટીમમાં કોઈ એકતા નથી. તેઓ તેને એક ટીમ કહે છે, પરંતુ આ એક ટીમ નથી. ખેલાડી એક-બીજાનું સમર્થન કરી રહ્યા નથી. દરેક અલગ અલગ છે.
તેમણે કહ્યું કે, મેં ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ મેં એવી ટીમ ક્યારેય જોઈ નથી. જંગ સમાચાર પત્રની વેબસાઇટ પર જાણકારોના સંદર્ભે લખવામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું કે, ગેરી કર્સ્ટને કહ્યું કે, તેમણે ટીમમાં કોઈ એકતા ન જોઈ અને એ ટીમ વર્લ્ડ કપથી જલદી બહાર થવાનું મુખ્ય કારણ છે. ગેરી કર્સ્ટને ખેલાડીઓને કહ્યું કે, મેના અંતમાં ટીમમાં સામેલ થયા બાદ જ તેમને એ જોઈને આશ્વર્ય થયું કે ટીમમાં કોઈ એકતા નથી.
IPL બાદ ટીમ સાથે જોડાનાર ગેરી કર્સ્ટને ખેલાડીઓની ફિટનેસ સ્તર પર પણ નારાજગી વ્યક્ત કરી. દક્ષિણ આફ્રિકન પૂર્વ ઓપનર બેટ્સમેને કહ્યું કે, કૌશલ સ્તરના મામલે ટીમ બાકી દુનિયાની તુલનામાં ખૂબ પાછળ છે. ગેરી કર્સ્ટને ખેલાડીઓને કહ્યું કે, તેમારી ફિટનેસનું સ્તર સારું નથી અને તમે કૌશલ્યના મામલે બાકી દુનિયાથી ખૂબ પાછળ છો. એટલી ક્રિકેટ રમ્યા બાદ પણ કોઈ જાણતું નથી કે કયો શૉટ ક્યારે રમવાનો છે.
સમાચારમાં કહેવામાં આવ્યું કે, ગેરી કર્સ્ટને ખેલાડીઓને ચેતવણી આપી હતી કે જે ખેલાડી સુધાર નહીં કરે, તેને ટીમથી બહાર કરી દેવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, ગેરી કર્સ્ટન ખૂબ જ જલદી PCB ટીમના પ્રદર્શન પર એક વિસ્તૃત રિપોર્ટ આપશે. ગેરી કર્સ્ટને PCB પ્રમુખ મોહસીન નકવી સાથે વાત કરી હતી, પરંતુ હવે જ્યારે વર્લ્ડ કપ પૂરો થઈ ગયો છે, તે એક વિસ્તૃત રિપોર્ટ મોકલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp