ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ રાહુલે મોટી નબળાઈનો કર્યો ઉલ્લેખ, બોલ્યો- કોચ...

PC: BCCI

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી. ટીમે શાનદાર બેટિંગ અને બોલિંગ કરી. જો કે, એ છતા કેપ્ટન કેએલ રાહુલ એક વસ્તુથી ખુશ નથી. તેને ભારતીય ટીમની ફિલ્ડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. કેએલ રાહુલના જણાવ્યા મુજબ, કોચ ખેલાડીઓની ફિટનેસ પર કામ કરી રહ્યા છે અને ફિલ્ડિંગ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ભારતીય ટીમે ઈન્દોરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવી દીધી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયન ટીમને 33 ઓવરોમાં 317 રન બનાવવાનો ટારગેટ મળ્યો, પરંતુ ટીમ 28.2 ઓવરમાં 217 રન બનાવીને સમેટાઇ ગઈ. ભારતીય ટીમ તરફથી બેટિંગ કરતા શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરે સદી બનાવી. તો કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદી બનાવી. મેચ બાદ કેએલ રાહુલે ટીમના ભરપેટ વખાણ કર્યા, પરંતુ ફિલ્ડિંગને લઈને જરૂર તેણે નિરાશા વ્યક્ત કરી.

તેણે કહ્યું કે, જ્યારે મેં સવારે વિકેટ જોઈ હતી, તો મને નથી લાગતું કે એટલી સ્પિન કરશે. જ્યારે તમે 400 રન બનાવી દો છો તો પછી મનોબળ ખૂબ વધી જાય છે. જો કે, અમે કેટલાક કેચ ડ્રોપ કર્યા, પરંતુ લાઇટ્સની અંદર કરવાનું એટલું સરળ હોતું નથી. શારીરિક રીતે પણ તે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. કોચ પોતાની તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે કે ખેલાડી પૂરી રીતે ફિટ રહે. કેટલીક વખત આ પ્રકારની ભૂલો થઈ જાય છે. ખેલાડી પોતાની તરફથી પૂરી રીતે પ્રતિબદ્ધ છે. અમે તેનાથી શીખામણ લઈને આગળ વધીશું. આગામી મેચમાં અમે ફિલ્ડિંગમાં પણ સારું કરવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ વન-ડે મેચ 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં રમાશે, જ્યાં હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે. ભારતીય ટીમે બીજી મેચ 99 રનથી જીતવા સાથે જ સીરિઝ પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ બંને ટીમો સીધી જ 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં આગામી વર્લ્ડ કપ 2023માં સામસામે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp