કે.એલ.રાહુલે જણાવ્યું દિલ્હી સામે હારનું કારણ

PC: twitter.com

IPLની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને દિલ્હી કેપિટલ્સે તેમના વિજય રથને રોકી દીધો છે. લખનૌના ઈકાના સ્ટેડિયમ પર લખનૌની ટીમ 14 મેચ રમી છે, જેમાં પહેલી વાર તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે.એલ.રાહુલે હાર પર ચર્ચા કરતા કહ્યું હતું કે, મને લાગે છે કે અમે 15-20 રન ઓછા બનાવ્યા. અમે શરૂઆત સારી કરેલી પણ તેનો ફાયદો ન ઉઠાવી શક્યા, અમે 180 રન બનાવી શક્યા હોત. સીમર્સ માટે થોડી મદદ હતી, પીચ પર બોલ નીચે રહી રહ્યો હતો. જો કે કુલદીપે સારી બોલિંગ કરી, અને નવા બેટ્સમેન મેકગર્કે પણ સારી બેટિંગ કરી. તેણે જે રીતે બોલને હીટ કર્યો તેનો શ્રેય ફક્ત તેને જાય છે.

રાહુલે કહ્યું કે, ટીમો ઈચ્છે છે કે પાવરપ્લેમાં વિકેટ મળે અને દબાણ બનાવવામાં આવી શકે. અમે પાવરપ્લેમાં વોર્નરને આઉટ કર્યો. પાવરપ્લે બાદ પણ વિકેટ મળતી ગઈ. 10 ઓવર સુધી મેચ અમારા હાથમાં હતી, પરંતુ કેચ છૂટ્યો અને તેના સેટ બેટ્સમેન રિષભ પંત અને મેકગર્કે અમારાથી મેચને છીનવલી લીધી.

ભૂલ કરીને અમ્પાયર સાથે જ દલીલ કરવા લાગ્યો પંત, DRSને લઈને બોલ્યો જૂઠ્ઠુ, પછી..

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024થી ક્રિકેટના મેદાન પર 15 મહિના બાદ વાપસી કરી રહેલા રિષભ પંતનું વર્તન સમજથી વિરુદ્ધ છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ શુક્રવારે રાત્રે તેઓ અજીબોગરીબ વ્યવહાર કરતો નજરે પડ્યો. પોતાની ભૂલ પર પડદો નાખવા માટે તે અમ્પાયર સાથે જ દલીલ કરતો નજરે પડ્યો. અમ્પાયરે તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, છતા દિલ્હીના કેપ્ટન માનવા તૈયાર નહોતો. અંતમાં રિપ્લે જોવા પર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને રિષભ પંતને પોતાની ભૂલનો પણ અનુભવ થયો હશે.

લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી માટે અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઓવર કરી રહ્યો હતો. 3 બૉલમાં એક વાઈડ ફેકી ચૂકેલા ઈશાંત શર્માએ ચોથો બૉલ પણ દિશાહીન ફેક્યો, જે લેગ સ્ટમ્પની લાઇન પર હતો. બેટ્સમેન દેવદત્ત પડિક્કલ તેના પર પોતાની બેટ લાવવામાં નિષ્ફળ રહ્યો અને અમ્પાયરે હાથ ફેલાવતા વાઈડનો ઈશારો કરી દીધો. રિષભ પંતે અમ્પાયરના નિર્ણયને પડકાર આપતા પોતાના ટીમમેટ્સ સાથે વાતચીત દરમિયાન બંને હાથોથી ઈશારો કર્યો, જેમ કે તે DRS લેવા માગતો હોય. જે આખા વિવાદનું જડ છે.

અમ્પાયરે રિષભ પંતનું સિગ્નલ જોયું અને તેને ઉપર રેફર કરી દીધું. રિપ્લેમાં સ્પષ્ટ નજરે પડ્યું કે આ એક વાઈડ બૉલ હતો અને આ પ્રકારે દિલ્હી કેપિટલ્સ (DC)એ એક મહત્ત્વની DRS ગુમાવી દીધું. પરંતુ અહીથી અસલી વિવાદની શરૂઆત થઈ. રિષભ પંત અમ્પાયર પાસે ગયો અને કહેવા લાગ્યો કે તેનો ક્યારેય રોવ્યૂ લેવાનો ઇરાદો નહોતો અને અમ્પાયરે તેના સિગ્નલને ખોટું સમજ્યું. ઘણા સમય સુધી આ જ દલીલ થતી રહી. પંત પોતાની વાત પર કાયમ હતો. ત્યારબાદ રિપ્લેમાં નજરે પડ્યું કે, રિષભ પંતએ DRSનો ઈશારો કર્યો હતો.

IPLમાં એક વખત કોઈ નિર્ણય લઈ લેવામાં આવે તો તેને બદલી શકાતો નથી અને તેનાથી રિષભ પંત ખૂબ નારાજ નજરે પડ્યો. આમ તો આ કોઈ પહેલો અવસર નથી, જ્યારે રિષભ પંત આ પ્રકારે IPLમાં અમ્પાયર્સ સાથે દલીલ કરવા લાગ્યો હોય. આ અગાઉ પણ ઘણી વખત અમ્પાયર્સને તેમના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. IPL 2022ની એ મેચ કોણ ભૂલી શકે છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે અંતિમ ઓવરમાં નો બૉલ ન આપવા પર તેણે બાઉન્ડ્રી બહાર ઊભા રહીને પોતાના બંને બેટ્સમેન રોવમન પોવેલ અને કુલદીપ યાદવને મેચ છોડીને બહાર આવવાનો ઈશારો કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp