આવી રીતે તો કે.એલ.રાહુલ જ આઉટ થઈ શકે, જુઓ વીડિયો

PC: bjsports.live

કે.એલ. રાહુલ ફરી એક વખત રન ન બનાવી શક્યો. તે આ સમયે ઓસ્ટ્રેલિયામાં છે અને બોર્ડર ગાવસ્કર સીરિઝ અગાઉ ઓસ્ટ્રેલિયા A સામે રમી રહ્યો છે. તેની પાસે આ છેલ્લી તક હતી કે, તે રન બનાવીને ફોર્મમાં વાપસી કરે, પરંતુ અહીં પણ તે ચૂકી ગયો. આ દરમિયાન મેચની બીજી ઇનિંગમાં તે જે રીતે આઉટ થયો તે ખૂબ જ અજીબોગરીબ ઢંગ હતી. હવે સોશિયલ મીડિયા પર તેના આઉટ થવાની રીતને લઇને મજાક ઉડાવવામાં આવી રહી છે કે શું કોઇ આ રીતે આઉટ થાય છે. તમે પણ આ વીડિયો જોઇને દાચ એમ જ કહેશો.

કે.એલ. રાહુલ આજે ફરી ઓસ્ટ્રેલિયા A સામે મેચની બીજી ઇનિંગમાં અભિમન્યુ ઇશ્વરન સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે માત્ર 10 રન બનાવ્યા અને તેના માટે તેણે 44 બૉલનો સામનો કરવો પડ્યો. આ ઇનિંગમાં તેની પાસે એક ફોર પણ નહોતો, એક સિક્સની વાત તો છોડી જ દો. રાહુલ જે રીતે ક્લીન બોલ્ડ થયો છે, તે મોટાભાગે જોવા મળતું નથી. બૉલ તેના બંને પગની વચ્ચેથી પસાર થઈને સ્ટમ્પ સાથે લાગ્યો અને તે પીચ પર નાચતો નજરે પડ્યો.

એવું નથી કે રાહુલ પહેલી વખત નિષ્ફળ રહ્યો છે. આ જ મેચની પહેલી ઇનિંગમાં તે માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ 4 રન એક ચોગ્ગાની મદદથી આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 5 ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થવાની છે. તેના માટે કે.એલ. રાહુલની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બાકીની ભારતીય ટીમ તો પછીછી પહોંચશે, પરંતુ રાહુલને તૈયારી માટે પહેલાથી જ મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો મળતો દેખાઇ રહ્યો નથી કેમ કે જો રાહુલ ક્રિઝ પર ઊભો જ નહીં રહી શકે તો રન કેવી રીતે બનશે.

બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્વ હાલમાં જ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં પણ રાહુલ કંઈ ખાસ કરી શક્યો નહોતો, ત્યારબાદ રાહુલ પર જ નજર હતી કે શું તે ઓસ્ટ્રેલિયા જશે. જોકે, તેના અનુભવને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે તેને ટીમમાં સામેલ કરી લીધો છે. પરંતુ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની પહેલી મેચ રમાશે, ત્યારે રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળે છે કે પછી તેને બહાર બેસવું પડે છે. કુલ મળીને, એ તો નક્કી છે કે આગામી સમય રાહુલ માટે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે, તે તમાંથી કેવી રીતે બહીર આવશે, એ તો તે જ જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp