શું લખનૌના માલિક ગોયન્કાએ રાહુલને ખખડાવ્યો? ફેન્સ કેવી રીતે રીએક્ટ કરી રહ્યા છે

PC: firstpost.com

IPL 2024ની મેચ નંબર 57માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં હૈદરાબાદે 10 વિકેટે જીત મેળવી હતી, જે પુરુષો માટે T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો 10 ઓવરોનો સ્કોર છે. તો આ મેચમાં હાર બાદ કેએલ રાહુલ અને લખનૌ ટીમના માલિક સંજીવ ગોયનકા વચ્ચેનો એક વીડિયો ચર્ચામાં છે. તેમાં તેઓ કેએલ રાહુલ પર પૂરી રીતે રોષે ભરાયેલા નજરે પડ્યા. ક્રિકેટ ફેન્સ પણ આ વીડિયો જોઈને પૂરી રીતે નારાજ દેખાયા. તેમણે ગોયનકાના બિહેવ પર સવાલ ઉઠાવ્યા.

તો આ મેચમાં હૈદરાબાદ સામે 10 વિકેટથી હાર મળ્યા બાદ લખનૌ ટીમના માલિક સામે કેએલ રાહુલ એકદમ અસહાય દેખાયો, તો વીડિયો જોઈને કમેન્ટેટર પણ એમ કહેતા ન ચૂક્યા કે આ પ્રકારની વાતચીત ડ્રેસિંગ રૂમની અંદર થવી જોઈએ. ગોયનકા રાહુલ સાથે પોતાની આ વાતચીતમાં ખૂબ ગુસ્સામાં નજરે પડી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા જ તમામ ક્રિકેટ ફેન્સ અને યુઝર્સ એમ કહી રહ્યા છે કે હાર બાદ ગોયનકા તરફથી આ પ્રકારની મેદાનમાં વાતચીત કરવી ખોટી છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને જોઈને કહ્યું કે, ગોયનકાએ જે કર્યું એ સારી વાત નહોતી. સંજીવ ગોયનકાનો ગુસ્સો માત્ર કેએલ રાહુલ સુધી સીમિત ન રહ્યો, પરંતુ તેમનો ગુસ્સો ટીમના હેડ કોચ જસ્ટિન લેંગર પર પણ ફૂટી પડ્યો. હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હેડ અને અભિષેક રનચેઝ પર પૂરી રીતે તૂટી પડ્યા. ખાસ વાત એ રહી કે પોતે લખનૌના કેપ્ટને પણ મેચ બાદ ટ્રેવિશ હેડ અને અભિષેક શર્માના વખાણ કર્યા. કેએલ રાહુલે કહ્યું કે, મારી પાસે શબ્દ નથી. આપણે ટીવી પર આ પ્રકારની બેટિંગ જોઈ છે, પરંતુ આ અનરિયલ બેટિંગ હતી.

તેણે વધુમાં કહ્યું કે, બંનેએ પોતાની સિક્સ હીટિંગ સ્કિલ પર સખત મહેનત કરી છે. તેમણે અમને એ જાણવાનો અવસર ન આપ્યો કે બીજી ઇનિંગમાં પીચ કેવી છે. તેમને રોકવા મુશ્કેલ હતા કેમ કે તેમણે પહેલા બૉલથી પ્રહાર કરી દીધો. એક વખત જ્યારે તમે હારવા લાગો છો તો તમારા માટે નિર્ણયો પર પ્રશ્નચિહ્ન લાગે છે. અમે 40-50 રન ઓછા બનાવ્યા. જ્યારે અમે પાવરપ્લેમાં વિકેટ ગુમાવી તો અમને કોઈ રનગતિ ન મળી શકી. આયુષ અને નિકી (નિકોલસ પૂરને) સારી બેટિંગ કરીને અમને 166 રન સુધી પહોંચાડ્યા. જો અમને 240 રન પણ મળતા તો તેઓ તેનો પીછો પણ કરી શકતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp