આફ્રિકામાં પણ કેશવ મહારાજ બેટિંગમાં આવે એટલે રામ સિયા રામ વાગે છે, જુઓ વીડિયો
સાઉથ આફ્રિકાની પાર્લમાં રમાયેલી ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે વિજય મેળવીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે, ત્યારે સાઉથ આફ્રિકન પ્લેયર કેશવ મહારાજની આ મેચમાં વધુ ચર્ચા થઈ રહી છે. વાત એવી છે કે, ત્રીજી વન-ડેમાં કેશવ મહારાજ બેટિંગ કરવા આવ્યો ત્યારે સ્ટેડિયમમાં રામ સિયા રામ સોંગ વગાડવામાં આવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે આવું થયું હોય, ઘણી વાર સ્ટેડિયમમાં આવું બન્યું છે.
ત્રીજી વન-ડેમાં જ્યારે કેશવ મહારાજ સ્ટેડિયમમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે પણ રામ સિયા રામ સોંગ શરૂ થઈ ગયું હતું, આ સાંભળીને કે.એલ.રાહુલે વિકેટકીપિંગ કરતા કેશવ મહારાજ સાથે ચર્ચા કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. કેશવ મહારાજ અને કે.એલ.રાહુલની મજેદાર વાત કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જેમાં કેએલ રાહુલે કેશવ મહારાજને પૂછ્યું હતું કે, કેશવભાઈ, તમે જ્યારે પણ આવો છો આ લોકો આ જ સોંગ ચલાવે છે. રાહુલના આવું કહેવા પર કેશવના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.
Super Giants banter 😂😂😂 >>>>>pic.twitter.com/k0DxIrRqLN
— Lucknow Super Giants (@LucknowIPL) December 21, 2023
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર કેશવ મહારાજ ભારતીય મૂળનો ખેલાડી છે અને તેનું ભારતથી ખાસ કનેક્શન છે. તે હિન્દુ ધર્મને ખૂબ માને છે અને બજરંગબલીનો મોટો ભક્ત છે. તે મંદિરે પણ જાય છે. ભારતમાં પણ કેશવ મહારાજ જ્યારે બેટિંગ પર આવ્યો હતો, ત્યારે પણ રામ સિયા રામ ગીત વગાડવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp