કેએલ રાહુલે જણાવ્યું- પહેલી ટેસ્ટમાં કેમ હારી ભારતીય ટીમ, ક્યાં રહી ગઈ ચૂક

PC: mensxp.com

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા બાદ બીજી ટેસ્ટમાં હિસાબ બરાબર કરી દીધો. સીરિઝની સમાપ્તિ 1-1ની બરાબરીથી થઈ. કેપટાઉનમાં મળેલી જીત બાદ રાહુલે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં હાર દરમિયાન ભારતીય ટીમમાં અતિરિક્ત આક્રમકતા નહોતી, પરંતુ માનસિક બદલાવે બીજી ટેસ્ટમાં વસ્તુઓ બદલી દીધી. ભારત સેન્ચુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઇનિંગ અને 32 રનથી હારી ગઈ હતી, પરંતુ ટીમે ગુરુવારે બીજી ટેસ્ટમાં 2 દિવસોની અંદર જ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 7 વિકેટે જીત હાંસલ કરીને સીરિઝ ડ્રો કરાવી દીધી.

કે.એલ. રાહુલે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, મને લાગે છે કે અમે બેટિંગ કે બોલિંગ મામલે પોતાની ગત મેચ દરમિયાન વાસ્તવમાં 100 ટકા નહોતા. અમે તૈયાર હતા, પરંતુ અતિરિક્ત ધાર કે અતિરિક્ત આક્રમકતા ગાયબ હતી. તેનો શ્રેય દક્ષિણ આફ્રિકાને જાય છે કે તેણે આત્મવિશ્વાસના એ સ્તર સુધી ન પહોંચવા દીધા. રાહુલે ઝટકાથી વહેલા બહાર આવવા માટે ટીમના વખાણ કર્યા. તેણે કહ્યું કે, માત્ર યોજના અને વલણમાં થોડો બદલાવ થયો હતો.

તેણે કહ્યું કે, મારો અર્થ છે કે અમે એ નહીં કહી શકીએ કે અમે ગત ટેસ્ટ મેચ દરમિયાન તૈયાર નહોતા. અમે તૈયાર હતા, પરંતુ એવી પરિસ્થિતિઓ હોય છે, જ્યાં પ્રતિદ્વંદ્વી વાસ્તવમાં તમને મેચથી બહાર કરી દે છે કે અમે તેના આદી નહોતા. છેલ્લા 4-5 વર્ષોથી અમે એક એવી ટીમ રહ્યા છીએ જે વાસ્તમાં પ્રતિસ્પર્ધી છે અને અમે ભારત બહાર સીરિઝ જીતી છે એટલે અમે તેના માટે તૈયાર નહોતા.

એ અમારા માટે ઝટકો હતો, પરંતુ એ બતાવે છે કે અમે ટેસ્ટ ક્રિકેટ રમવાનો કેટલો આનંદ લઈએ છીએ અને અમે પોતાના દેશ માટે રમવાને કેટલું મહત્ત્વ આપીએ છીએ અને ભારત બહાર ટેસ્ટમાં જીત અમારા માટે કેટલી મહત્ત્વ ધરાવે છે. પહેલી ટેસ્ટમાં 2 ઇનિંગમાં 245 અને 131 રનો પર આઉટ થયા બાદ ભારતને ખરાબ તૈયારી માટે નિંદાનો સામનો કરવો પડ્યો, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પોતાની એકમાત્ર ઇનિંગમાં 408 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp