KL રાહુલની LSG હજુ પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે... જાણો સમીકરણ

PC: BCCI

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 67મી મેચમાં આજે (17 મે) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણ રીતે બહાર છે, જ્યારે KL રાહુલ બ્રિગેડ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થવાના આરે છે.

લખનઉનો નબળો નેટ રન રેટ -0.787 તેના માટે સૌથી મોટી અડચણ છે. જો લખનઉની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ ફિલ્ડિંગ કરવા ઉતરશે તો, તે તરત જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો તે પ્રથમ બેટિંગ કરશે તો તેણે મુંબઈ ઈન્ડિયન્સને 310 રનથી હરાવવું પડશે. આ પછી આશા રાખવી જોઈએ કે, RCB CSK ને 18 રનથી હરાવશે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ટીમ 300 રનના આંકડાને સ્પર્શી શકી નથી, આવી સ્થિતિમાં લખનઉએ ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધીમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પાંચ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન લખનઉએ ચાર મેચ જીતી હતી અને મુંબઈએ એક મેચ જીતી હતી. વર્તમાન IPL સિઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થવા જઈ રહી છે. આ પહેલા 30 એપ્રિલે બંને વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં લખનઉનો 4 વિકેટે વિજય થયો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ચોથી ટીમનો નિર્ણય ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ પછી થશે.

આમ જોવા જઈએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ટોપ પોઝીશન કન્ફર્મ કર્યું છે. હવે બીજા સ્થાન માટે બાકીની ટીમો વચ્ચે જંગ છે. ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમોને પ્લેઓફમાં 2 તક મળે છે. ક્વોલિફાયર-1 ટોપ-2 ટીમો વચ્ચે રમાય છે. આમાં હારનાર ટીમને વધુ એક તક મળે છે. તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે, જેમાં તેનો સામનો ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમની ટીમો વચ્ચે રમાયેલ એલિમિનેટરના વિજેતા સાથે થશે.

IPL 2024ની બાકીની મેચોનું શેડ્યૂલ: 17 મે-MI vs LSG-મુંબઈ, 18 મે-RCB vs CSK-બેંગલુરુ, 19 મે-SRH vs PBKS-હૈદરાબાદ, 19 મે-RR vs KKR-ગુવાહાટી, 21 મે-ક્વોલિફાયર-1-અમદાવાદ, 22 મે-એલિમિનેટર-અમદાવાદ, 24 મે-ક્વોલિફાયર-2-ચેન્નઈ, 26 મે-ફાઇનલ-ચેન્નઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp