10મા સ્થાને આવનાર ટીમને મળશે 81 કરોડ રૂપિયા, જાણો વિજેતા ટીમને કેટલા મળશે?

PC: techweez.com

FIFA વર્લ્ડ કપ શરુ થવામાં હવે 10 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. આ વખતે FIFA વર્લ્ડ કપની કુલ ઈનામની રકમ 2014માં બ્રાઝીલમાં થયેલા વર્લ્ડ કપથી 42 મિલિયન ડોલર (281 કરોડ રૂપિયા) વધુ છે. રશિયામાં 14 જૂનથી શરુ થનાર વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને ઈનામના રૂપમાં 400 મિલિયન ડોલર (2684 કરોડ રૂપિયા) મળશે. ભારતની સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટના વર્લ્ડ કપની ઈનામની રકમ સાથે જો FIFAની વિજેતા ટીમને મળતી રકમની સરખામણી કરવામાં આવે તો તે 3 ગણી વધારે છે.

કોને કેટલી ઈનામની રકમ મળશે:

  • FIFA વર્લ્ડ કપ 2018ની વિજેતા ટીમને 38 મિલિયન ડોલર (255 કરોડ રૂપિયા) મળશે. ફાઈનલમાં હારનાર ટીમને 28 મિલિયન ડોલર (188 કરોડ રૂપિયા) મળશે.
  • ત્રીજા અને ચોથા ક્રમ પર રહેવાવાળી ટીમને ક્રમશ: 24 મિલિયન ડોલર (161 કરોડ રૂપિયા) અને 22 મિલિયન (148 કરોડ રૂપિયા)ની રકમ ઈનામ સ્વરૂપે મળશે.
  • જ્યારે 5-8મા ક્રમ પર આવનારી ટીમોને 16-16 મિલિયન ડોલર (107 કરોડ રૂપિયા) મળશે. 9-16મા સ્થાને આવનાર ટીમનોને 12-12 મિલિયન (81 કરોડ રૂપિયા) મળશે.
  • ખાસ વાત એ છે કે ફૂટબોલના આ મહાકુંભમાં એક મેચ પણ નહીં જીતનાર ટીમ પણ કરોડો રૂપિયા લઈ જશે. FIFAના નિયમાનુસાર 17-32માં સ્થાન પર રહેવાવાળી દરેક ટીમને 8-8 મિલિયન ડોલર (લગભગ 54 કરોડ રૂપિયા)ની રકમ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp