રોહિત શર્માને બદનામ કરવાનું 'પાકિસ્તાની કાવતરું'? જાણો વાયરલ તસવીરનું સત્ય

PC: freepressjournal.in

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ 9 જૂને રમાવાની છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને બદનામ કરવાના પ્રયાસો સરહદ પારથી થઈ રહ્યા છે. એક યુઝરે X.com પર ફોટોશોપ કરેલી તસવીર શેર કરીને રોહિતની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા છે. આવો જાણીએ સમગ્ર હકીકત...

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતે બાંગ્લાદેશને 60 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024 માટેની તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી, જ્યારે બોલિંગમાં અર્શદીપ સિંહ અને શિવમ દુબે ચમક્યા હતા. વિરાટ કોહલીએ મેચના થોડા કલાકો પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા પછી આરામ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે પંત 18 મહિનાથી વધુ સમય પછી પ્રથમ વખત ભારત તરફથી રમી રહ્યો હતો. તેણે 32 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ હાર્દિકે માત્ર 23 બોલમાં અણનમ 40 રન ફટકારીને પોતાના ફોર્મ વિશે ચાલી રહેલી ચર્ચાઓને ઓછી કરી દીધી હતી.

બાંગ્લાદેશના 183 રનના ચેઝ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માની એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. તસવીરમાં રોહિતનું પેટ બહાર નીકળેલું દેખાઈ રહ્યું છે, જ્યારે ફોટોના કેપ્શનમાં ભારતીય ટીમના કેપ્ટનની ફિટનેસ પર સવાલો ઉભા થયા છે. તસવીરમાં દેખાય છે કે, રોહિત શર્મા ફિલ્ડિંગ ગોઠવી રહ્યો છે, જ્યારે તેનું પેટ માટલાના આકારની જેમ બહાર છે.

જો કે, પાછળથી કેટલાક ચાહકોએ સ્પષ્ટતા કરી કે, કેટલાક એક્સ યુઝર્સે રોહિતની ફિટનેસની મજાક ઉડાવવા માટે ફોટોશોપ કર્યો હતો. આવી ફોટોશોપ કરેલી તસવીરોનો સામનો કરવા ચાહકોએ રોહિતના શરીરના આકારના વાસ્તવિક સ્ક્રીનશોટ શેર કર્યા.

@Muhamma91370307 નામના યુઝરે તસવીર સાથે છેડછાડ કરી છે. યુઝરના પેજ પર જવા પર જાણવા મળ્યું કે, તેની મોટાભાગની પોસ્ટ પાકિસ્તાનના સમર્થનમાં છે. શક્ય છે કે, સરહદ પારથી આ વ્યક્તિ ભારતીય કેપ્ટનને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યો હોય. અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રોહિતે T20 વર્લ્ડ કપ માટે એક ઓફિશિયલ ફોટોશૂટમાં ભાગ લીધો હતો. તે સંપૂર્ણપણે ફિટ દેખાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે સરહદ પારથી કોઈ ભારતીય ક્રિકેટરને ટ્રોલ અથવા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ પહેલા અર્શદીપ સિંહને લઈને ખાલિસ્તાન એન્ગલ અને મોહમ્મદ શમીને લઈને સજદા એન્ગલ પર ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp