મેદાન પર રામભક્તિમાં લીન થયો કોહલી, ધનુષ-બાણ પણ ચલાવ્યા, જુઓ વીડિયો

PC: twitter.com

આજે આખો દેશ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની રાહ જોઈ રહ્યો છે અને ચારે બાજુ આની જ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર રામ-રામ થઈ ગયું છે, બધાના મૂખે એક જ વાત થઇ રહી છે અને એ છે રામ મંદિરની. ત્યારે ક્રિકેટનું મેદાન પણ આમાંથી કેવી રીતે પાછળ રહે. હાલમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચમાં પણ રામ સિયા રામની જ ચર્ચા હતી.

બીજી ટેસ્ટ મેચમાં 16મી ઓવરમાં સાઉથ આફ્રિકાનો ખેલાડી કેશવ મહારાજ જ્યારે બેટિંગ માટે આવ્યો , ત્યારે મેદાનમાં ફરીએકવાર રામ સિયા રામ ગીત વાગ્યું હતું અને  સાંભળીને વિરાટ કોહલી પણ પોતાને રોકી નહોતો શક્યો. કોહલી પણ રામ ભક્તિમાં લીન જોવા મળ્યો હતો અને મેદાન પર જ ડાન્સ કરવા લાગ્યો હતો અને ધનુષ-બાણ ચલાવતા પણ જોવા મળ્યો હતો. તેણે પહેલા જ પોતાના ડાન્સ મૂવ્સ બતાવ્યા અને પછી હાથ જોડીને પ્રણામ કરતા જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેશવ મહારાજ જ્યારે પણ મેદાન પર આવે છે, ત્યારે સ્ટેડિયમમાં ભગવાન રામનું કોઈ સોંગ વગાડવામાં આવે છે, આનું કારણ કેશવ મહારાજ હનુમાનજી અને ભગવાન રામના ભક્ત છે. કોહલીના ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp