ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ મુદ્દે વિરાટ કોહલીએ કહ્યું- જયભાઈ...

PC: BCCI

IPLના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સામે અનેક સવાલ ઉઠી ગયા છે, જેમાં રોહિત શર્મા પણ બાકાત નથી. રોહિતને પણ IPLનો આ નિયમ પસંદ નથી. ત્યારે હવે વિરાટ કોહલી પણ રોહિત સાથે સહમત હોય તેવું લાગે છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, હું રોહિત સાથે સહમત છું. એન્ટરટેઇનમેન્ટ રમતનો એક હિસ્સો હોય શકે છે, પરંતુ આમાં કોઈ બેલેન્સ ન હોય. હું વિચારું છું કે, ઈમ્પેક્ટ પ્લેયરના નિયમે ગેમનું બેલેન્સ ખરાબ કર્યું છે અને ઘણા લોકો આવું વિચારે છે, હું એકલો નથી.

કોહલીએ કહ્યું હતું કે,  બોલર્સની હાલત ખરાબ છે. મેં એવું ક્યારેય ફીલ નથી કર્યું જ્યાં બોલર્સ દરેક બોલ પર સિક્સ કે ફોર ખાવાનું વિચારે, દરેક ટીમ પાસે બૂમરાહ અને રાશિદ જેવા મિસ્ટ્રી બોલર નથી. હું કહી રહ્યો છું એક એક્સ્ટ્રા બેટર હોવાને કારણે હું પાવરપ્લેમાં 200થી વધુ સ્ટ્રાઇક રેટથી રમી રહ્યો છું. મને ખબર છે કે  આઠમા નંબરે પણ એક બેટ્સમેન રાહ જોઈ રહ્યો છે. અમે હાઇ લેવલ ક્રિકેટ રમી રહ્યા છે અને મારા હિસાબે આવું ન હોવું જોઈએ. બોલ અને બેટ વચ્ચે બરાબર બેલેન્સ હોવું જોઈએ, તેમાં જ એક સુંદરતા છે.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે, મને આશા છે કે, જયભાઈ પહેલા જ બોલી ચૂક્યા છે કે તેઓ આને રિવ્યૂ કરશે અને મને આશા છે કે તેઓ કોઈ ઉપાય કાઢશે, જેમાં ગેમમાં બેલેન્સ બન્યું રહે. એક બેટ્સમેનના રૂપમાં હું કહી શકું કે આ નિયમ સારો છે, પરંતુ મેચ રોમાચંક થવી જોઈએ, ક્રિકેટ ફક્ત ચોક્કા છગ્ગાથી રોમાચંક નથી હોતી, રોમાચંક એ પણ હોય છે કે, તમે 160 રન ડિફેન્ડ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp