કેએલ રાહુલને કેમ ન મળી ભારતની T20 ટીમમાં જગ્યા? જાણો અસલી કારણ

PC: icc-cricket.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી 3 મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ટીમમાં વાપસી થઈ ગઈ, પરંતુ કેએલ રાહુલ અત્યારે પણ T20 ઇન્ટરનેશનલ સીરિઝનો હિસ્સો નથી. કેએલ રાહુલને કેમ આ સીરિઝ માટે ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી.

ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય સંજુ સેમસનની પણ વાપસી થઈ. તો જ્યારે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલનું નામ ટીમમાં નજરે ન પડ્યું તો જાત જાતની વાતો શરૂ થઈ ગઈ છે કે T20 ટીમ માટે કેએલ રાહુલને કંસિડર નહીં કરવામાં આવે. સિલેક્શન કમિટી કેએલ રાહુલને ન તો ઓપનર અને ન તો T20માં મિડલ બોર્ડરના બેટ્સમેનના રૂપમાં જોયો છે. અહી સુધી કે વિકેટકીપરના રૂપમાં સંજુ સેમસન અને જીતેશ શર્મા સાથે ગઇ છે. તો કેએલ રાહુલે વન-ડે અને ટેસ્ટ ટીમમાં જગ્યા પાક્કી કરી લીધી છે, જ્યારે T20 ટીમમાંથી બહાર છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, કેએલ રાહુલને T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે એટલે પસંદ કરવામાં આવ્યો નથી કેમ કે સિલેક્ટર્સે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંને જગ્યાઓ માટે અન્ય ખેલાડીઓને અવસર આપવામાં આવ્યો છે. કેએલ રાહુલે પોતાના મોટા ભાગના T20 ઇન્ટરનેશનલ અને ઘરેલુ T20 મેચ ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં રમ્યો છે, પરંતુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઉભરવાથી બે ઓપનિંગ સ્લોટ માટે પ્રતિસ્પર્ધા મુશ્કેલ થઈ ગઈ છે. રોહિત અને વિરાટની વાપસી થઈ ગઈ છે તો બેટિંગ ઓર્ડરમાં ટોપ પર કોઈ સ્પોટ ખાલી નથી.

એવું પણ નથી કે કર્ણાટકના આ બેટ્સમેન માટે T20 ટીમના રસ્તા બંધ થઈ ગયા છે. જો તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે પોતાના પ્રતિદ્વંદ્વી ઇશાન કિશન, સંજુ સેમસન, રિષભ પંત (જો ફિટ થાય છે તો) અને જીતેશ શર્માથી વધુ રન બનાવે છે તો તેજ ગતિથી રન બનાવે છે તો T20 વર્લ્ડ કપ માટે કંસિડર કરી શકાય છે. જો કે, એ સમયે સવાલ એ હશે કે કેએલ રાહુલ કઇ પોઝિશન પર રમે છે. જો તેઓ ઓપનર તરીકે રમ્યો તો તેના માટે ટીમમાં જગ્યા બનાવવાનું મુશ્કેલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp