ભાડાના મકાનમાં રહે છે કોહલી-અનુષ્કા, 1 મહિનાનું ભાડું જાણી ચોંકી જશો તમે

PC: instagram.com/anushkasharma

ટીમ ઈન્ડિયાના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલી અત્યારે શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઇ સીરિઝમાંથી આરામ લઈને મુંબઈમાં પોતાની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. એક-એક જાહેરાત માટે કરોડો રૂપિયા ચાર્જ કરતી કોહલી-અનુષ્કાની જોડી પાસે હાલમાં પોતાની માલિકીની ઘર નથી, જે જાણીને બધા ચોંકી ગયા હતા. હાલમાં મુંબઈના જે ઘરમાં કોહલી અને અનુષ્કા રહી રહ્યા છે, તે ઘર તેમની પોતાની માલિકીનું નથી, પરંતુ તેઓ અહિયા ભાડેથી રહે છે.

આ ઘર માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 15 લાખ રૂપિયા ભાડુ ચૂકવી રહ્યા છે. એટલું જ નહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઘરમાં રહેવા માટે કોહલીએ પહેલા 1.50 કરોડ રૂપિયા ડિપોઝીટ પણ જમા કરાવવી પડી હતી અને આ સિવાય 1.01 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરવી પડી હતી.

એવું નથી કે કોહલી પાસે મુંબઈમાં પોતાનું ઘર નથી. તેણે 2016મા વર્લીમાં એક ઘર ખરીદ્યું હતું, જેની કિંમત 34 કરોડ રૂપિયા છે. પરંતુ હજુ સુધી તે ઘરનું કામ પૂરું થયું નથી, જેને કારણે તે ભાડાના ઘરમાં રહેવા મજબૂર છે. હાલમાં કોહલી પોતાની પત્ની અનુષ્કા સાથે વર્લીના રહેજા લિજેન્ડ બીલ્ડિંગના 40મા માળે રહે છે. આ ઘર તેમણે 24 મહિના માટે ભાડે લીધું છે. કોહલીનું નવું ઘર 2019મા પૂરું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp