શ્રીલંકન કેપ્ટનનો લવારોઃ હું શું કામ કોહલીને શુભેચ્છા આપું... જુઓ વીડિયો

PC: twitter.com

વિરાટ કોહલીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પોતાના વન-ડે કરિયરની 49મી સદી ફટકારીને સચિન તેંદુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોહલીની આ ઉપલબ્ધી બાદ દુનિયાભરના પૂર્વ ક્રિકેટરો અને દિગ્ગજ ખેલાડીઓ તેને શુભેચ્છા આપી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે શુભેચ્છા આપવાનો ઇનકાર કરી દીધો છે, જેને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. મેચ પહેલા કુસલ મેન્ડિસે પ્રેસ કોન્ફરન્સમાં અજીબ જવાબ આપ્યો હતો, જેને લઈને તેની ટીકા થઈ રહી છે.

બાંગ્લાદેશ સામેની મેચ પહેલા રિપોર્ટરે મેન્ડિસને પૂછ્યું હતું કે, શું 49મી સદી બાદ કોહલી માટે કોઈ સંદેશ છે, તો રિપોર્ટરના સવાલ પર મેન્ડિસ ચોંકી ગયો હોય એમ દર્શાવે છે અને હસી પડે છે અને રિપોર્ટરને જવાબ આપે છે કે, હું તેને શુભેચ્છા શું કામ આપું? મેન્ડિસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે અને તેની આકરા શબ્દોમાં ટીકા થઈ રહી છે.

સાઉથ આફ્રિકાની નિરાશાજનક હારથી બન્યા આ 9 રેકોર્ડ

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં પોતાની 8મી મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી, જેને 243 રનોથી જીતી લીધી. 327 રનોના ટારગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 83 રનો પર સમેટાઇ ગઈ. આ મેચમાં વિરાટ કોહલીએ નોટઆઉટ 101 રન બનાવ્યા. એ પ્રકારે આફ્રિકાની ટીમ મળીને પણ કોહલી બરાબર સ્કોર ન કરી શકી. એવું ઇતિહાસમાં બીજી વખત થયું છે, જ્યારે આફ્રિકન ટીમે હાઇ સ્કોરર પ્લેયર બરાબર પણ સ્કોર બનાવી શકી નથી.

આફ્રિકા વન-ડે ઇતિહાસમાં સૌથી મોટી હાર:

વન-ડે ઇતિહાસમાં આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ અગાઉ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને ફેબ્રુઆરી 2010ની ગ્વાલિયર અને એપ્રિલ 2003ના ઢાકામાં બરાબર 153 રનોથી હરાવી હતી. આ વખત ભારતીય ટીમે આ બધા રેકોર્ડ્સ તોડતા 243 રનોથી હરાવી. સાથે જ ઓવરઓલ પણ આફ્રિકન ટીમની કોઈ દેશ વિરુદ્ધ રનોના હિસાબે પોતાની સૌથી મોટી હાર છે. આ અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ 182 રનોના અંતરથી હાર ઝીલવી પડી હતી. આ મેચ વર્ષ 2002માં પોર્ટ એલિઝાબેથ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પ્રકારે મેચમાં 9 શાનદાર રેકોર્ડ બન્યા. આવો જાણીએ.

વન-ડેમાં સૌથી વધુ સદી બનાવનાર ખેલાડી:

સચિન તેંદુલકર: 452 ઇનિંગ, 49 સદી

વિરાટ કોહલી: 277 ઇનિંગ, 49 સદી

રોહિત શર્મા: 251 ઇનિંગ, 31 સદી

રિકી પોન્ટિંગ: 365 ઇનિંગ, 30 સદી

સનથ જયસૂર્યા: 433 ઇનિંગ, 28 સદી

પોતાના જન્મદિવસ પર સદી લગાવનાર ખેલાડી:

વિનોદ કાંબલી: 100* ભારત વર્સિસ ઈંગ્લેન્ડ, જયપુર, 1993 (21મો જન્મદિવસ)

સચિન તેંદુલકર: 134 ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા,  શારજાહ, 1998 (25મો જન્મદિવસ)

સનથ જયસૂર્યા: 130, શ્રીલંકા વર્સિસ ભાત, કરાંચી, 2008, (39મો જન્મદિવસ)

રોસ ટેલર: 131* ન્યૂઝીલેન્ડ વર્સિસ પાકિસ્તાન, પલ્લેકેલ, 2011 (27મો જન્મદિવસ)

ટોમ લેથમ: 140* ન્યૂઝીલેન્ડ વર્સિસ નેધરલેન્ડ્સ, હેમિલ્ટન, 2022 (30મો જન્મદિવસ)

મિચેલ માર્શ: 121 ઓસ્ટ્રેલિયા વર્સિસ પાકિસ્તાન, બેંગ્લોર, 2023 (32મો જન્મદિવસ)

વિરાટ કોહલી: 101* ભારત વર્સિસ આફ્રિકા, કોલકાતા, 2023 (35મો જન્મદિવસ)

ટેલર, માર્શ અને કોહલીની આ સદી વર્લ્ડ કપમાં આવી છે.

વર્લ્ડ કપમાં બેસ્ટ પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડી:

5/31 યુવરાજ સિંહ: વર્સિસ આયરલેન્ડ્સ, બેંગ્લોર, 2011

5/33 રવીન્દ્ર જાડેજા: વર્સિસ દક્ષિણ આફ્રિકા, કોલકાતા, 2023

4/6 યુવરાજ સિંહ: વર્સિસ નામીબિયા, પીટરમેરિટ્સબર્ગ, 2003

4/25 આર. અશ્વિન: વર્સિસ UAE, પાર્થ, 2015

આફ્રિકા બે વખત વિપક્ષી ટીમના ખેલાડી બરાબર પણ સ્કોર ન બનાવી શકી:

કુમાર સંગાકારા: 169 વર્સિસ 140 કોલંબો, 2013

વિરાટ કોહલી: 101 વર્સિસ, કોલકાતા, 2023

વન-ડેમાં આફ્રિકાની સૌથી મોટી હાર (રનોથી)

243 વર્સિસ ભારત, કોલકાતા, 2023

182 વર્સિસ પાકિસ્તાન, પોર્ટ એલિઝાબેથ, 2002

180 વર્સિસ શ્રીલંકા, કોલંબો, 2013

178 વર્સિસ શ્રીલંકા 2018

  • આ અગાઉ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકન ટીમને વર્ષ 2015માં ભારતીય ટીમે જે મેલબર્ન મેચમાં 130 રને હરાવી હતી.

વન-ડેમાં આફ્રિકન ટીમના સૌથી નાના સ્કોર:

69 વર્સિસ ઓસ્ટ્રેલિયા, સિડની, 1993

83 વર્સિસ, ઈંગ્લેન્ડ, નોટિંઘમ, 2008

83 વર્સિસ ઈંગ્લેન્ડ, મેનચેસ્ટર, 2022

83 વર્સિસ ભારત, કોલકાતા, 2023

99 વર્સિસ ભારત, દિલ્હી, 2022

  • આ અગાઉ વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમનો સૌથી નાનો સ્કોર 149 રન હતો. આ સ્કોર વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બનાવ્યો હતો.

વર્લ્ડ કપમાં ફૂલ ICC મેમ્બર દેશની સૌથી મોટી હાર (રનોથી)

302 શ્રીલંકા વર્સિસ ભારત, 2023

257 વેસ્ટ ઇન્ડીઝ વર્સિસ દક્ષિણ આફ્રિકા, સિડની, 2015

243 દક્ષિણ આફ્રિકા વર્સિસ ભારત, કોલકાતા, 2023

229 ઈંગ્લેન્ડ વર્સિસ દક્ષિણ આફ્રિકા, મુંબઈ, 2023

215 ન્યૂઝીલેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા, સેંટ જોર્જ, 2007

  • આ વર્ષે દક્ષિણ આફ્રિકન ટીમ પહેલી વખત કોઈ વન-ડેમાં એક પણ છગ્ગો ન લગાવી શકી.

કોહલી વર્સિસ આફ્રિકા (છેલ્લી 15 વન-ડે ઇનિંગ)

1091 રન

109.10 એવરેજ

89.86 સ્ટ્રાઈક રેટ

5 સદી

5 અડધી સદી

વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ રન ખર્ચનાર આફ્રિકન બોલર:

94 માર્કો જેનસેન: વર્સિસ ભારત, કોલકાતા, 2023

92 માર્કો જેનસેન: વર્સિસ શ્રીલંકા, 2023

85 વાયને પાર્નેલ: વર્સિસ ભારત, મેલબર્ન, 2015.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp