પ્રવીણ કુમારનો આરોપ આ વ્યક્તિએ તેને કરિયર સમાપ્ત કરવા ધમકાવેલો

PC: oneindia.com

ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર પ્રવીણ કુમાર હાલના દિવસોમાં પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છવાયેલો છે. તેણે પૂર્વ ભારતીય દિગ્ગજો સહિત પાકિસ્તાની ખેલાડીઓ પર મોટું નિવેદન આપ્યું છે. સાથે જ મેદાન પર અન્ય ખેલાડીઓ સાથે ઝઘડાને લઈને વાત કરતા પ્રવીણ કુમારે જણાવ્યું કે, હવે તો અંગ્રેજ ખેલાડી પણ ગાળો શીખી ગયા છે. પ્રવીણ કુમારની ઘણી વખત મેદાન પર અમ્પાયર, ખેલાડી અને ફેન્સ સાથે ઝઘડો થયો છે.

તેના પર વાત કરતા જ્યારે પૂછવામાં આવ્યું કે શું મેદાન પર ગાળો ચાલે છે? તેના જવાબમાં પ્રવીણ કુમારે કહ્યું કે, ‘હા આ બધુ તો થાય છે અને જે કંઇ મેદાન પર થાય છે તેને મેદાનમાં જ છોડી દેવું જોઈએ.’ ત્યારબાદ પૂછવામાં આવ્યું કે, શું તેને અંગ્રેજીમાં ગાળો સમાજમાં આવે છે. તેના પર પ્રવીણ કુમારે કહ્યું કે, ‘બધુ આવડે છે ભાઈ. એ તો ગાળો શીખી ગયા. આપણાવાળી શીખી ગયા (IPLના કારણે). રોસ ટેલરને તો બધી આવડે છે. બહારના જેટલા ખેલાડી છે તેમાંથી મોટાભાગનાને આવડે છે.

તો પ્રવીણ કુમારે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. પ્રવીણ કુમારે કહ્યું કે, IPLના પૂર્વ કમિશનર લલીત કુમાર મોદીએ તેને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી. સાથે જ તેણે જણાવ્યું કે તે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો હિસ્સો બનવા માગતો નહોતો. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કુમારે વર્ષ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી IPL ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) અને ગુજરાત લાયન્સ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો. જો કે, IPLની પહેલી સીઝનમાં પ્રવીણનું મન દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) તરફથી રમવાનું હતું.

ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પ્રવીણ કુમારે ભારતીય ટીમ માટે 6 ટેસ્ટ, 68 વન-ડે અને 10 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે આ દરમિયાન ટેસ્ટમાં 27 વિકેટ અને 149 રન બનાવ્યા છે. જ્યારે વન-ડેમાં 292 રન બનાવવા સાથે 77 વિકેટ લીધી. T20માં પ્રવીણ કુમારે 8 વિકેટ લીધી અને 3 ઇનિંગમાં 7 રન બનાવ્યા. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રવીણ કુમારે મુંબઈ ઇન્ડિયન્સ (MI), ગુજરાત લાયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે ક્રિકેટ રમી છે. આ દરમિયાન પ્રવીણ કુમારે IPLમાં કુલ 119 મેચ રમી, જેમાં 90 વિકેટ લીધી. તેની સાથે જ તેણે 340 રન બનાવ્યા. તેણે માત્ર વન-ડેમાં એક અડધી સદી ફરકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp