ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી ભારત પાસેથી શીખો, વોન પછી નાસિરના ઈંગ્લેન્ડ પર પ્રહાર

PC: hindi.cricketaddictor.com

ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે રાજકોટ ટેસ્ટ દરમિયાન યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક બેટિંગ માટે ક્રેડિટ માંગી હતી. તેણે કહ્યું કે બેઝબોલના કારણે જ વિપક્ષી ટીમ આવી આક્રમક વલણ સાથે બેટિંગ કરી રહી છે, તેથી તેની ટીમને આનો શ્રેય મળવો જોઈએ. જોકે, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન તેના નિવેદન સાથે બહુ સહમત નથી. માઈકલ વોન પછી હવે નાસિર હુસૈને આ નિવેદન પર પોતાની ટીમને ઘેરી લીધી છે અને કહ્યું છે કે, ઈંગ્લેન્ડ એમ કહેવાને બદલે કે ભારત તેમની પાસેથી શીખ્યું છે, તેઓ તેમની પાસેથી ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી તે શીખી શકે છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જ્યારે નાસિર હુસૈનને પૂછવામાં આવ્યું કે તે યશસ્વી જયસ્વાલે કરેલી રનોની આતશબાજીથી કેટલા રોમાંચિત થયા છે અને સરફરાઝ ખાન પણ તેના ડેબ્યૂ પર ચમક્યો.

આના જવાબમાં પૂર્વ અંગ્રેજ કેપ્ટને કહ્યું, 'એકદમ શાનદાર. થોડા અઠવાડિયા પહેલા, ભારત કદાચ વિરાટ કોહલી અને KL રાહુલ વિના નબળું દેખાતું હતું, પરંતુ આનાથી તેમની બેટિંગમાં કેટલું ઊંડાણ છે તે ખબર પડી જાય છે. જયસ્વાલ એક શાનદાર ખેલાડી છે. હું મુંબઈના એ મેદાનોમાં ફર્યો છું અને ત્યાંની પ્રતિભાઓને જોઈ છે. તેઓએ અહીંથી શરૂઆત કરી અને રનોની ભૂખ અને ઈચ્છા સાથે આજે તેઓ ટોચ પર પહોંચ્યો છે. તે બંનેમાં પણ રનની ખુબ ભૂખ છે.'

બેન ડકેટના નિવેદન પર, તેણે કહ્યું, 'ઈંગ્લેન્ડના આ કહેવાને બદલે કે, ભારતે તેમની પાસેથી શીખ્યું છે, તેઓ તેમની પાસેથી શીખી શકે છે, કે ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી. સરફરાઝ પણ ખૂબ પ્રભાવશાળી હતો. આ કોઈ ન્યૂઝફ્લેશ નથી... ભારતે ઉત્તમ બેટ્સમેન પેદા કર્યા છે.'

જ્યારે તેમને રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટ વિશે પૂછવામાં આવ્યું કે, તે મેદાન પર માત્ર બે ટેસ્ટ મેચ રમાઈ છે, તો આટલી મર્યાદિત માહિતી સાથે, ટીમો મેદાન પર મેચની તૈયારી કેવી રીતે કરે છે?

આ અંગે તેણે કહ્યું, 'ત્યાંની ભૂતકાળની મેચોને જોતા એવું લાગે છે કે, પીચ પહેલા બેટિંગ માટે સારી છે, જેમ કે તે મોટાભાગે ભારતમાં બનતું હોય છે. સ્થાનિક લોકો સાથે વાત કરો. લાયન્સના ઈંગ્લેન્ડ પ્રવાસ પર સલાહકાર તરીકે દિનેશ કાર્તિક હતા, જેનો કદાચ વર્લ્ડ કપ દરમિયાન અભાવ હતો. જો તમે DK અને રવિ શાસ્ત્રી જેવા અન્ય લોકો પાસેથી સલાહ માંગશો, તો તેઓ એકતરફી અને સંકુચિત નહીં હોય. તેઓ તમને સામગ્રી આપશે નહીં. અન્યથા ફક્ત પીચ જુઓ અને અગાઉથી તેનો નિર્ણય કરશો નહીં. જેમ કે મારા સહિત ઈંગ્લેન્ડની અન્ય ટીમો અને કેપ્ટનોએ ભૂતકાળમાં કર્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp