લો બોલો આફ્રિદીને LBWનું આખું નામ જ ખબર નથી, બોલ્યો-એ શું હોય છે યાર, જુઓ વીડિયો

PC: firstsportz.com

શહીદ આફ્રિદીની ગણતરી ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં થાય છે. આફ્રિદી મેદાન પર પોતાની ખતરનાક બેટિંગ સાથે સાથે શાનદાર બોલિંગના મધ્યથી ફેન્સના દિલ જીતવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ મેળવી રહ્યો છે જેને જોયા બાદ ખબર પડી કે શાહિદ આફ્રિદીને LBWના ફૂલ ફોર્મ બાબતે ખબર જ નથી. શહીદ આફ્રિદીને આ કારણે લાઈવ શૉમાં શરમમાં મુકાવું પડ્યું હતું.

શાહિદ આફ્રિદીનો એક જૂનો વીડિયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક પાકિસ્તાની શૉમાં મહેમાન તરીકે પહોંચ્યો હતો. શાહિદ આફ્રિદી ફૈઝલ કુરેશીના શૉ ‘સલામ જિંદગી’માં પહોંચ્યો હતો. જ્યાં તેને એક ગેમ રમવા કહેવામાં આવ્યું. આ ગેમમાં તેણે હોઠોથી વાંચીને સાચા શબ્દોનો અંદાજો લગાવવાનો હતો. જો કે, આ દરમિયાન તેના કાનો પર હેડફોન લાગેલો હતો અને તેમાં તેજ મ્યૂઝીક વાગી રહ્યું હતું. ગેમ દરમિયાન આફ્રિદીને લેગ બિફોર વિકેટનો અંદાજો લગાવવાનો હતો.

આફ્રિદી આ સવાલનો સરળતાથી જવાબ આપી શકે એટલે શૉના એન્કરે ખૂબ સારો પ્રયાસ કર્યો અને ઇશારાના માધ્યમથી પણ તેને સમજાવ્યો, પરંતુ તે પહેલા બે શબ્દોનો યોગ્ય અંદાજો લગાવી શક્યો અને વિકેટ શબ્દને તે ખૂબ પ્રયાસો બાદ પણ ન સમજી શક્યો. ત્યારબાદ હેડફોન હટાવ્યા બાદ તેને કહેવામાં આવ્યું કે અંતિમ શબ્દ વિકેટ હતો. જો કે ત્યારબાદ તેણે જે કહ્યું તેની કોઈને આશા નહોતી. શહીદ આફ્રિદીએ કહ્યું કે લેગ બિફોર વિકેટ શું હોય છે એ કઈ ભાષા છે? મેં તો તેને પહેલી વખત સાંભળી.

શાહિદ આફ્રિદીને લાગ્યું કે બંને હિટ વિકેટને લેગ બિફોર વિકેટ કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહીદ આફ્રિદી હાલના દિવસોમાં અમેરિકાની US માસ્ટર્સ T10 લીગમાં રમી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં શાહિદ આફ્રિદી ન્યૂયોર્ક વોરિયર્સની ટીમનો હિસ્સો છે. શાહિદ આફ્રિદીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 398 વન-ડે અને 99 T20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, જેમાં તેણે ક્રમશઃ 1716, 8064 અને 1416 રન બનાવ્યા છે. તેના નામે ટેસ્ટમાં 5 અને વન-ડેમાં 6 સદી છે. તો તેણે ટેસ્ટમાં 48, વન-ડેમાં 395 અને T20 ઇન્ટરનેશનલમાં 98 વિકેટ પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp